બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / if you do these remedies on wednesday then there is no any issue in your life

ઉપાય / બુધવારે કરશો આ ટોટકા તો તમારી દરેક અડચણ થશે દૂર

Published By: Krupa

Last Updated: 09:30 AM, 29 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય છે. કારણ કે શ્રી ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.

ગણેશ બધા વિધ્નો, રોગ, દોષ અને દરિદ્રતા દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ ન થઈ રહ્યા હોય તો અજમાવો શ્રીગણેશને પ્રસન્ન અક્રવાના સરળ અને પ્રભાવશાળી ઉપાય અને ટોટકા..તે ખુદ રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભ લાભના પ્રદાતા છે.

બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે.

બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.

કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.

ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.

બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.

બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Remedies Totka ગણેશ ટોટકા બુધવાર Solution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ