બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નવ ગ્રહ કુંડળીના વિવિધ ભાવોનુ પ્રતિનિધિત્વ કરે છે અને પોતપોતાના સ્વભાવ મુજબ એ ભાવોને પ્રભાવિત કરે છે
જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં મંગળ અશુભ છે તો તેને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. લગ્નમાં મોડું થાય છે કે પછી બહુ જલ્દી જ લગ્ન થઈ જાય છે. ધન સંબંધમાં પણ ઘણી સમસ્યાઓ ચાલતી રહે છે.
ADVERTISEMENT
જમીન સંબંધિત કામ કરનારા લોકોને મંગળ સૌથી વધુ પ્રભાવિત કરે છે. પ્રોપર્ટીના સોદા કે વ્યવસાય પર મંગળની સીધી અસર પડે છે. જો તમારી કુંડળીમં મંગળ અશુભ સ્થિતિમાં છે તો તમે મંગળના અશુભ પ્રભાવોથી ગ્રસિત છો તો મંગળવારે આ ઉપાયોથી તમે મંગળને શાંત કરી શકો છો.
આ ઉપાયોથી મંગળદેવ તમારી પરેશાનીઓ દૂર કરી શકે છે.
મંગળ દોષના નિવારણ માટે હનુમત આરાધનાથી વિશેષ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિએ મંગળવારનુ વ્રત જરૂર કરવુ જોઈએ અને આખો દિવસ પવનપુત્ર હનુમાનનુ ધ્યાન કરવુ જોઈએ.
ADVERTISEMENT
મંગળવારના દિવસે હનુમાનજીના ચરણો પરથી સિંદુર લઈને તમારા માથા પર તેનો ટીકો કરવો જોઈએ અને વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ.
સુંદરકાંડનો પાઠ હનુમાનાષ્ટક મંત્ર અને બજરંગ બાણનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત મંગળવારના દિવસે કોઈ લાલ વસ્ત્રમાં મસૂરની દાળને લપેટીને ભિખારીને દાન કરવી જોઈએ.
ADVERTISEMENT
દરેક વસ્તુઓમાં ઉતાવળ કરવાનો સ્વભાવ હોવા છતાં તમારે સમજ્યા વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવાથી બચવુ જોઈએ. મંગળદોષ વ્યક્તિને ઉતાવળીયો બનાવે છે. તમારે તમારા વિવેકનો ઉપયોગ કરીને આ કમીને પાર કરવી જોઈએ.
મંગળદોષથી પીડિત વ્યક્તિ માટે તમારા ઘરની બાલ્કની કે ચોકમાં લાલ રંગના ફુલવાળો છોડ લગાવો અને તેમની સેવા કરવી ખૂબ સારી રહેશે.
ADVERTISEMENT
હનુમાન આરાધાના એક રામબાણ છે જે તમને બધી તકલીફોથી ઉગારી શકે છે.
કારણ કે હનુમનાજીને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિયોના સ્વામી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તેમની કૃપા હોય તો કોઈપણ ગ્રહ તમને કષ્ટ નથી પહોંચાડી શકતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.