બ્રેકિંગ ન્યુઝ
VTV / If you also use a one-on-one mask then read this
Anita Patani
Last Updated: 01:58 PM, 16 December 2020
ADVERTISEMENT
શું થયુ રિસર્ચ
રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે, માસ્ક નવું હોય તો તે નાના અને સુક્ષ્મ કણોને પણ રોકી લે છે પરંતુ જેમ જેમ માસ્ક જુનુ થતું જાય છે તેમ તેમ માસ્ક કણોને રોકવામાં સમર્થ રહેતું નથી.
ADVERTISEMENT
Physics of Fluids જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર રિસર્ચર્સનું કહેવું છે કે જેટલો વધારે સમય માસ્કને પહેરવામાં આવે છે તે તેટલું જ ખરાબ થઇ જાય છે. માસ્ક પહેરવાને કારણે વ્યક્તિના ચહેરાની આસપાસ હવાનો દબાવ બદલાઇ જાય છે.
માસ્ક ન પહેરવું સેફ
સ્ટડીના કો-ઓથરે કહ્યું કે, જુનુ માસ્ક પહેરવું તેના કરતા માસ્ક ન પહેરવું વધારે સેફ છે, કારણકે જુનુ માસ્ક કણોને રોકી નથી શકતું પરંતુ તેના પર રહેલો વાયરસ તમારા શરીરની અંદર પહોંચાડવામાં મદદ કરે છે.
આ માસ્ક પહેરવું જોઇએ
દુનિયાભરના લોકોને ત્રણ લેયર વાળા માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક ડૉક્ટર્સ એન95 માસ્ક પહેરવાની સલાહ આપે છે પરંતુ તે મોંઘા હોવાથી દરેક વ્યક્તિ તે ખરીદે તેવું શક્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.