બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / If we turn off public road lights from 12 pm to 4 am there will be savings in electricity: Governor Acharya Devvrat

સૂચન / રાત્રે 12થી 4 વાગ્યા સુધી જાહેર રોડની લાઇટ્સ બંધ કરીશું તો વીજળીની થશે મોટી બચતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Kishor

Last Updated: 08:35 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીજળી અને પર્યાવરણ બચાવવાની દિશામાં લોકોને સૂચનો કર્યા હતા.

  • પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
  • વીજળી બચાવવા લોકોને કર્યા સૂચનો  
  • શહેરમાં રાત્રે માર્ગની લઈટો બંધ રાખવા ટકોર 

ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહીતના અગ્રણીઓએ હાજરી આપી હતી. અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીજ બચાવી અને પર્યાવરણના રક્ષણ અંગે લોકોને સૂચનો કર્યા હતા. તેમણે આહવાન કરતા જણાવ્યું હતું કે શહેરોમાં રાત્રે 12 વાગ્યાથી માંડી વહેલી સવાર સુધી મુખ્ય માર્ગો પર લોકોની અવરજવાર નહિવત હોવાથી લાઇટ્સ બંધ રાખવી જોઇએ જેને લઈને વીજળીની બચત થઇ શકે છે. વધુમાં પૂનમની રાત્રીએ અંજવાસ વધુ હોવાથી મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવા અને પર્યાવરણનું જતન કરવા આગળ આવવું  જોઇએ. એટલું જ નહિ વ્યક્તિગત વીજ વપરાસ ઘટાડવા પણ દરેક નાગરિકોને અનુરોધ કર્યો હતો. 

રાજભવનના વીજ બીલમાં 50 ટકાનો મોટો ઘટાડો થયો :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
વેડફાઇ જતી વીજળીને બચાવવાનું સૂચન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે જ્યારે ઓફિસમાં પ્રવેશ કરીએ ત્યારે જ લાઇટ, પંખા અને એસી શરૂ કરી અને જેવા બહાર નિકળતાની સાથે જ બંધ કરી દઇએ. તે દિશામાં દરેક લોકો સંકલ્પબધ બને. આ સંકલ્પથી બચત  થયેલી વીજળી કારખાનામાં વાપરી શકાશે. અથવા તો કોઈ કિસાનના ખેતર સુધી પહોંચશે.જેનો મોટો ફાયદો થસે.વધુમાં તેમણે ઉમેર્યું કે હું રાજભવનમાં આ નિયમનું પાલન કરું છું. રાજ્યપાલ તરીકેના  મારા ત્રણ વર્ષના કાર્યકાળમાં તારણ નીકળ્યું છે કે, રાજભવનના વીજ બીલમાં 50 ટકાનો મોટો ઘટાડો થયો છે. આ અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેની મારી સેવામાં પણમે આ પ્રણાલીને અપનાવી હતી તેમ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.

નાની-નાની બાબતોનું ધ્યાન રાખી વીજળી બચાવવા અનુરોધ 
વધુમાં પેટ્રોલ-ડિઝલની બચત માટે પણ તેમણે જણાવ્યું હતું કે જ્યારે હું કારમાં બેસું તે પછી જ કારનું એન્જિન અને એ.સી. ઑન થાય છે. અગાઉ હું કારમાં બેસું તે પહેલા  એન્જિન અને એ.સી. ચાલુ કરી દેવામાં આવતા હતા જેંને લઈને ઈંધણ બગડતું હોવાથી આ પધ્ધતિ બંધ કરવી છે. તેમ જણાવી દરેક લોકોએ આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ