ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / If the boss is like this! If the company's employees complete the target, they are given a bonus of 83 crores

OMG / બોસ હોય તો આવા! કંપનીના કર્મચારીઓએ ટાર્ગેટ પુરો કર્યો તો આપ્યું 83 કરોડનું બોનસ

Published By: Vishal Dave

Last Updated: 05:37 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ એક કંપની સમાચારમાં છે, જેણે તેના કર્મચારીઓમાં બોનસ તરીકે કરોડો રૂપિયા વહેંચ્યા છે, કર્મચારીઓને પણ આની અપેક્ષા ન હતી

ADVERTISEMENT

જો તમે કામ કરો છો, તો તમને ખબર હશે કે કંપનીઓ તેમના કર્મચારીઓને કેટલાક ખાસ પ્રસંગો પર બોનસ પણ આપે છે. ભારતમાં, કંપનીઓ સામાન્ય રીતે દિવાળી પર ભેટ અથવા બોનસ આપે છે, જ્યારે પશ્ચીમી દેશોમાં નાતાલના અવસર પર આવું થાય છે. બોનસના રૂપમાં, કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને સંપૂર્ણ પગાર આપે છે, જ્યારે કેટલીક કંપનીઓ ફક્ત ભેટ આપીને જ મેનેજ કરે છે, પરંતુ આજકાલ એક કંપની સમાચારમાં છે, જેણે તેના કર્મચારીઓમાં બોનસ તરીકે કરોડો રૂપિયા વહેંચ્યા છે. કર્મચારીઓને પણ આની અપેક્ષા ન હતી, તેથી બોનસ મળ્યા પછી તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. 

મહેનત બદલ આભારની લાગણી દર્શાવવા જંગી બોનસ

આ અનોખી કંપનીનું નામ સેન્ટ જોન્સ પ્રોપર્ટીઝ છે, જે અમેરિકામાં આવેલી છે. લેડબાઇબલના અહેવાલ મુજબ, કંપનીએ તેના કર્મચારીઓને ચોંકાવી દીધા જ્યારે મેનેજમેન્ટે જાહેર કર્યું કે કર્મચારીઓને તેમની મહેનત બદલ આભાર તરીકે જંગી બોનસ આપવામાં આવશે. જો કે પાર્ટી પહેલા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે તેમને બધાને સરપ્રાઈઝ મળશે, પરંતુ બોનસ આટલું ચોંકાવનારું હશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું.

બોસે 83 કરોડ વહેંચ્યા

અહેવાલો અનુસાર, કર્મચારીઓને 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 83 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવ્યું હતું. આ બોનસ કંપનીમાં કામ કરતા 198 કર્મચારીઓને આપવામાં આવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે આ 'સરપ્રાઈઝ' વિશે ઉત્સાહિત છે, તો તેમણે કહ્યું કે તેમને લાગ્યું કે કદાચ આ સરપ્રાઈઝ ઓફિસ માટે હશે, જેમ કે ઓફિસમાં વોટર કૂલર લગાવવું, કે એવુંજ બીજુ કંઇ પરંતુ જ્યારે તેઓએ પરબિડીયું ખોલ્યું ત્યારે તે હજારો ડોલર જોઈને ચોંકી ગયો. આ બોનસ મળ્યા બાદ ઘણા કર્મચારીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી માટે બોનસની રકમ તે કંપનીમાં કેટલા સમયથી તે કામ કરે છે તેના પર આધારીત હતી.  જોકે, બોનસની સરેરાશ રકમ 50 હજાર ડોલર એટલે કે 41 લાખ રૂપિયાથી વધુ હતી.

આ પણ વાંચોઃ ઈરાનના એટેક બાદ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, નાગરિકોને કરી આ અપીલ

કંપની માલિકે શું કહ્યું?

કંપનીના પ્રમુખ અને સ્થાપક એડવર્ડ સેન્ટ જ્હોને કહ્યું કે આ પુરસ્કાર કંપનીને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવા બદલ કર્મચારીઓને આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, 'અમારા ધ્યેયની સિદ્ધિની ઉજવણી કરવા માટે, અમે અમારા કર્મચારીઓને મોટા પ્રમાણમાં પુરસ્કાર આપવા માગીએ છીએ, જેની તેમના જીવન પર નોંધપાત્ર અસર પડશે. હું અમારા દરેક કર્મચારીનો તેમની સખત મહેનત અને સમર્પણ માટે આભારી છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

America Bonus Company St. John's Properties Surprise employees OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ