બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Indian Embassy in Israel issued an advisory after Irans attack

Iran Israel War / ઈરાનના એટેક બાદ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, નાગરિકોને કરી આ અપીલ

Priykant Shrimali

Last Updated: 02:47 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War Latest News : પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે રવિવારે ત્યાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી

Iran Israel War : ઈરાને ઈઝરાયેલ પરના તેના પ્રથમ સીધા હુમલામાં વિસ્ફોટક ડ્રોન અને મિસાઈલો લોન્ચ કરી હતી. જોકે આ પછી વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. આ તરફ હવે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે રવિવારે ત્યાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં તેમને શાંત રહેવાની સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી હતી.

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ અને વિદેશી સભ્યો બંનેના સંપર્કમાં છે. દૂતાવાસે તેની 24X7 ઈમરજન્સી હેલ્પલાઈન પણ જાહેર કરી છે અને તે ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા વિનંતી કરી છે, જેમણે હજુ સુધી આમ કર્યું નથી.

વધુ વાંચો: અમેરિકાને પણ આંખ દેખાડનાર ઈરાન કેટલું તાકાતવર? ઈઝરાયલને હરાવી શકશે, વિશાળ છે સૈન્ય શક્તિ

નોંધણી માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
રજીસ્ટ્રેશન ફોર્મ પાસપોર્ટ નંબર, નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, વ્યવસાય અને ઈઝરાયેલમાં રહેઠાણનું સરનામું, અન્ય વિગતોની સાથે પૂછે છે. એડવાઈઝરીમાં આ વિસ્તારમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને શાંત રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અમારા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલના અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

iran israel war ઇઝરાયેલ ઈઝરાયેલ પર હુમલો ઈરાન એડવાઇઝરી ભારતીય દૂતાવાસ iran israel war
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ