બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / If Shankar Singh Vaghela joins the Congress, he can contest the election on this seat

BIG NEWS / જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા તો આ બેઠક પર લડી શકે છે ચૂંટણી, અટકળો થઈ તેજ

Malay

Last Updated: 12:04 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘેલા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રસમાં જોડાયા બાદ શંકરસિંહ બાપુ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

 

  • શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર
  • 'રાજનીતિના બાપુ' જોડાશે કોંગ્રેસમાં
  • પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટથી પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પર ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ બાપુ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસમાં વાપસી બાદ શંકરસિંહ શહેરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર ભાજપે જેઠાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી. 

મારી હાઈ કમાન્ડ સાથે ચાલી રહી છે વાતચીતઃ શંકરસિંહ
જોકે, થોડા સમયથી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે. સુત્રો દ્વારા પાપ્ત માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે, દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે. 

સાડા પાંચ વર્ષ બાદ કોંગ્રેસમાં એન્ટ્રી કરશે શંકરસિંહ બાપુ
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા સાડા પાંચ વર્ષ બાદ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. તેઓ 12 નવેમ્બરે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2017ના રોજ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્યતા છે. જોકે, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા રી-એન્ટ્રીને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ