બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / If Gujarati-Rajasthan leave, there will be no money left in Mumbai, After Governor's statement, politics heat up
ADVERTISEMENT
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને જશે તો મુંબઈ પાસે પૈસા પણ બચશે નહીં. બાદમાં મુંબઈને આર્થિક રાજધાની તરીકે નહીં ઓળખાવી શકાય
#WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here. Mumbai would not be able to remain the financial capital of the country: Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/l3SlOFMc0v
— ANI (@ANI) July 30, 2022
ADVERTISEMENT
રાજ્યપાલે કાર્યક્રમને સંબોધિન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યરી મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકનું નામ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ પર રાખવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્ર અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.આ દરમિયાન કોશ્યારીએ કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકશે નહીં.
आता तरी..
— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
ऊठ मराठ्या ऊठ..
शिवसेना फोडून बुळबुळीत सरकार का आणले याचा खुलासा भाजपा राज्यपालांनी केला आहे..
बुळबुळीत गटाचे लोक उठणार नाहीत..
मराठ्या तुलाच उठावे लागेल.. pic.twitter.com/QYX4weHdQ2
ADVERTISEMENT
શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો
ADVERTISEMENT
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તેણે લખ્યું, મહારાષ્ટ્રમાં BJP પ્રાયોજિત મુખ્યમંત્રી મરાઠી માણસ અને શિવ રાયનું અપમાન કરવા લાગ્યા.જો આ વાત સાંભળીને પણ સ્વાભિમાન પર નીકળેલું જૂથ ચૂપ રહેશે તો શિવસેનાનું નામ ન લેશો. CM શિંદેએ ઓછામાં ઓછું રાજ્યપાલની નિંદા કરવી જોઈએ. આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.