ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / icc t20 world cup squad ms dhoni joins teams india as mentor come back after almost 2 years

ગુડ ન્યૂઝ / 2 વર્ષ બાદ ધોનીની ટીમ ઈન્ડિયામાં વાપસી, ચાહકો ઝૂમી ઉઠ્યા, વર્લ્ડ કપ જીતાડવા માટે કરશે તૈયારીઓ

Published By: vtvAdmin

Last Updated: 08:42 AM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 વર્લ્ડ કપ માટે BCCIએ ભારતની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે. ખેલાડીઓની સાથે સાથે એક એવી પણ જાહેરાત કરી દીધી છે જેનાથી ચાહકો ઝૂમી ઉઠ્યાં છે.

ADVERTISEMENT

BCCIએ પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટોર તરીકે ટીમના સ્ટાફમાં શામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ વર્ષ 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. 

BCCI સચિવ જય શાહે UAE અને ઓમાનમાં 17 ઑક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પૂર્વ ભારતીય કૅપ્ટન એમ.એસ ધોની T20 વર્લ્ડ કપ માટે ટીમના મૅન્ટોર (માર્ગદર્શક) રહેશે. આ નિર્ણય વિશે વાત કરતા જય શાહે કહ્યું કે મેં દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તેઓ આ નિર્ણય સાથે સહમત હતા અને ટીમની સાથે જોડાવા તૈયાર થઈ ગયા. મેં કૅપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે પણ વાત કરી અને તેઓ પણ આ નિર્ણયના સમર્થનમાં હતા. 

ધોનીના અનુભવનો ઉપયોગ કરવા માંગે છે BCCI

મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ T20 મૅચનો હિસ્સો હતા. વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ડૅબ્યુ કર્યુ હતુ. તેના બીજા જ વર્ષે તેની પસંદગી ટી20 વર્લ્ડ કપ માટે કૅપ્ટન તરીકે પસંદગી થઈ હતી. સાઉથ આફ્રિકામાં રમાયેલા તે વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે લિમિટેડ ઓવરોના ક્રિકેટ માટે રણનીતિ તૈયાર કરવામાં તેના અનુભવને જોતા આ ભૂમિકા માટે તેની પસંદગી કરાઈ હોઈ શકે. ધોની જાણે છે કે ICCની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે. આમાં કોહલી પાસે એટલો અનુભવ નથી.

17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં રમાશે ટી-20 વર્લ્ડ કપ

ટી-20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં થશે. ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ટીમ ઈન્ડીયા 24 ઓક્ટોબરથી તેના અભિયાનની શરુઆત કરશે. કોહલી એન્ડ કંપનીની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે. 

ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વીસી), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિ.કી.), ઇશાન કિશન (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, એક્સર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહંમદ શમી. 

સ્ટેન્ડબાય ખેલાડીઓ – શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.

ગુજરાતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું 

હાર્દિક પંડયા
અક્ષર પટેલ
રવિન્દ્ર જાડેજા
જસપ્રિત બુમરાહ

ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઇંગ ટીમો ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર 12 રાઉન્ડમાં પ્રવેશ કરશે. પ્રાથમિક રાઉન્ડમાં 8 ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે.

ટી-20 વર્લ્ડ કપમાં  ભારતને અપાયું સુપર 12નું ગ્રૂપ-2 નું સ્થાન 

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ભારતને સુપર 12નું ગ્રૂપ-2 સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રૂપ-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક જૂથની બે ટીમો ક્વોલિફાઇંગ રાઉન્ડથી આ બંને જૂથોમાં જોડાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2021 MS Dhoni Team India ક્રિકેટ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા T20 World Cup 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ