ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC T20 World Cup squad announced, embarrassing for India, not including a single Indian player

ક્રિકેટ / ICCની T20 વર્લ્ડ કપ ટીમ જાહેર, ભારત માટે શરમજનક, એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નહીં

Published By: Ronak

Last Updated: 06:43 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ટી-20 વર્લ્ડ કપની ટીમ જાહેર કરવામાં આવે છે. જેમા પાકિસ્તાનના ક્રિકેટર બાબરને વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવામાં આવ્યો છે, જોકે ટીમમાં ભારતના એક પણ ખેલાડીને શામેલ નથી કરવામાં આવ્યો

ADVERTISEMENT

  • બાબર આઝમ T-20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન 
  • ભારતીય ખેલાડીઓને નથી અપાયું સ્થાન 
  • બાબર આઝમ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી 

બાબર આઝમ(Babar Azam)ને ICC T20 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાના કોઈપણ ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને પણ 12 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી હતી 

ભારતીય ટીમ ટૂર્નામેન્ટના (T20 World Cup 2021) સુપર-12 રાઉન્ડથી આગળ વધી શકી નથી. તેમણે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને પણ હરાવ્યું હતું. ફાઈનલમાં નાબાદ 77 રનની ઈનિંગ રમનાર ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શ (Mitchell Marsh)ને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. 

ભારતીય ખેલાડીને કેમ ન અપાયું સ્થાન તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં 

જ્યૂરીના મેમ્બર્સે કોઈપણ ભારતીય ખેલાડીને ટીમમાં સ્થાન કેમ નથી આપ્યું તે અંગે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમ, ફાસ્ટ બોલર એનરિચ નાર્કિયા સિવાય શ્રીલંકાના બેટ્સમેન ચરિત અસલંકા, લેગ સ્પિનર વાનિંદુ હસરંગાને ટીમમાં સ્થાન મળ્યું છે. આ બંન્ને ટીમ પણ સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકી નથી. ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને રનરઅપ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો ઓપનર અને પ્લેયર ઓફ ઘ ટૂર્નામેન્ટ ડેવિડ વોર્નર, લેગ સ્પિનર એડમ જંપા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને ટીમમાં સ્થાન મળ્યું છે.

બાબર આઝમ સૌથી વધું રન બનાવનાર ખેલાડી 

ઈંગ્લેન્ડના ઓપનર ખેલાડી જોસ બટલર અને ઓલરાઉન્ડર મોઈન અલી સિવાય ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વાનિંદુ હસરંગા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે તો બાબર આઝમ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 

ICC T20 વર્લ્ડ કપની ટીમ આવી છે

ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), જોસ બટલર (ઇંગ્લેન્ડ), બાબર આઝમ (કેપ્ટન, પાકિસ્તાન), ચરિત અસલંકા (શ્રીલંકા), એઇડન માર્કરમ (દક્ષિણ આફ્રિકા), મોઇન અલી (ઇંગ્લેન્ડ), વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા), એડમ ઝમ્પા ( ઓસ્ટ્રેલિયા), જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ), એનરિચ નોર્કિયા (દક્ષિણ આફ્રિકા). 12મો ખેલાડી - શાહીન આફ્રિદી (પાકિસ્તાન).
 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 Series T-20 સીરિઝ babar icc world cup team આઈસીસી બાબર વર્લ્ડ કપ ટીમ t-20 world cup team

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ