બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / 'I wanted Gil Rohit Sharma loses his temper after being run out in IND vs AFG match, Watch Video

ક્રિકેટ / 'હું ઇચ્છતો હતો કે ગિલ...', IND vs AFGની મેચમાં રન આઉટ બાદ રોહિત શર્માએ પિત્તો ગુમાવ્યો, જુઓ Video

Megha

Last Updated: 08:46 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના લક્ષ્યનો પીછો કરતી વખતે શિવમ દુબેએ 60 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું, જો કે કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં શૂન્ય પર રનઆઉટ થયો હતો.

  • ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. 
  • કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં શૂન્ય પર રનઆઉટ થયો હતો. 
  • 'જે થયું તે થયું. અંતે ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.'

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ મોહાલીના મેદાન પર બંને ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય બેટ્સમેન શિવમ દુબેની તોફાની ઇનિંગ્સના કારણે ટીમ મેચ પર કબ્જો કરવામાં સફળ રહી હતી. 

મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય ટીમના લક્ષ્યનો પીછો કરતી વખતે શિવમ દુબેએ 60 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. 14 મહિના પછી T20 ઈન્ટરનેશનલ રમવા આવેલા કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં શૂન્ય પર રનઆઉટ થયો હતો, જેમાં તેણે મેચ બાદ આ અંગે નિવેદન પણ આપ્યું હતું.

રોહિત શર્માએ કહ્યું કે 'આ વસ્તુઓ થતી રહે છે. જ્યારે આવું થાય છે ત્યારે તમે હતાશ થાઓ છો, તમે ત્યાં (ફિલ્ડ પર) રહેવા અને ટીમ માટે રન બનાવવા માંગો છો. બધું તમારી રીતે જશે નહીં. અમે મેચ જીત્યા, તે વધુ મહત્વનું છે. હું ઈચ્છતો હતો કે ગિલ બેટિંગ ચાલુ રાખે. કમનસીબે, તે સારી પરંતુ ટૂંકી ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો.'

વધુ વાંચો: 'તમામ ખેલાડીઓ માટે હરહંમેશ રમવું અશક્ય...', જાણો શા માટે હેડ કોચ રાહુલ દ્રવિડે આવું કહ્યું

ભારતીય ઇનિંગ્સના બીજા જ બોલ પર રોહિત રન આઉટ થયો હતો. રોહિતે કહ્યું કે, 'સારું, જે થયું તે થયું. અંતે ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. ઘણા ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું, શિવમ દુબે, જીતેશે જે રીતે બેટિંગ કરી, તિલક અને પછી રિંકુ સારા ફોર્મમાં છે. અમે સતત વિવિધ વસ્તુઓ કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે અમારા બોલરો રમતની વિવિધ પરિસ્થિતિઓમાં બોલિંગ કરે. જેમ તમે આજે જોયું. વોશિંગ્ટન સુંદરે 19મી ઓવર ફેંકી. અમે એવા ક્ષેત્રોમાં પોતાને પડકારવા માંગીએ છીએ જ્યાં અમે થોડી અસ્વસ્થતા અનુભવીએ છીએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અમે અમારાથી બનતું બધું કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ મેચના ભોગે નહીં. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે ટોચ પર આવીએ અને સારી રમત રમીએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ