બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / I-T department notifies rules for valuing rent-free accommodation provided by employers

કર્મચારીઓ માટે સારું / હાથમાં આવતી સેલેરી વધીને આવશે, પગારમાં થશે ઓછી કપાત, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આપી આ રાહત

Hiralal

Last Updated: 05:23 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBDT વિભાગે લાખો પગારદાર કર્મચારીઓની ટેક હોમ સેલેરી વધી જાય તેવો એક નિર્ણય લીધો છે.

  • લાખો પગારદાર કર્મચારીઓને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રાહત
  •  ભાડા મુક્ત ઘરો સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કર્યો
  • ટેક હોમ સેલેરી વધીને આવશે 

આવકવેરા વિભાગે શનિવારે લાખો પગારદાર કર્મચારીઓને મોટી રાહત આપી હતી. આવકવેરા વિભાગે ભાડા મુક્ત ઘરો સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (સીબીડીટી)એ પોતાના કર્મચારીઓને નોકરીદાતાઓ દ્વારા આપવામાં આવતા ભાડા મુક્ત ઘર અથવા રેન્ટલેસ આવાસને લઈને આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે સૂચિત ફેરફારો આવતા મહિનાની શરૂઆતથી અમલમાં આવશે. નોટિફિકેશન અનુસાર જે કર્મચારીઓને નોકરીદાતાઓ દ્વારા ભાડા મુક્ત રહેવાની સુવિધા આપવામાં આવી છે, તેમની ટેક હોમ સેલેરી વધીને આવશે. 

આવા કર્મચારીઓને મળશે લાભ
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના અન્ય કેસોમાં, જેમાં કર્મચારીઓને અનફર્નિશ્ડ આવાસો પૂરા પાડવામાં આવે છે અને તે રહેઠાણોની માલિકી નોકરીદાતા પાસે હોય છે, હવે તેનું મૂલ્યાંકન નીચે મુજબ રહેશે.
(1)  2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં પગારના 10 ટકા. (અગાઉ તે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે 25 લાખની વસ્તી ધરાવતાં શહેરોમાં પગારના 15 ટકા જેટલું હતું.)
(2) 2011ની વસ્તી ગણતરી અનુસાર, 15 લાખથી ઓછી પરંતુ 2 લાખથી વધુ વસ્તીવાળા શહેરો પગારના  7.5 ટકા બરાબર છે. અગાઉ (2001)ની વસ્તી ગણતરીના આધારે 10થી 25 લાખની વસતી ધરાવતા શહેરોમાં આ પ્રમાણ 10 ટકા હતું.)

ભાડે રહેતા કર્મચારીઓને કેવી રીતે થશે ફાયદો 
ભાડા મુક્ત ઘરો સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થવાથી, એવા કર્મચારીઓને લાભ થશે જેઓ તેમના માલિકો દ્વારા આપવામાં આવેલા ઘરોમાં રહે છે. તેમને માટે હવે  ભાડાની ગણતરી બદલાયેલી ફોર્મ્યુલા અનુસાર થશે. બદલાયેલી ફોર્મ્યુલામાં વેલ્યુએશનનો દર ઘટાડવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કુલ પગાર કરતાં ઓછી કપાત થશે, જેનો અર્થ એ થયો કે દર મહિને ટેક હોમ સેલેરીમાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ