બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મારી પાસે માફી માંગવા શબ્દ નથી, હું જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો છું: ઓમર અબ્દુલ્લા

દિલગીરી / મારી પાસે માફી માંગવા શબ્દ નથી, હું જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો છું: ઓમર અબ્દુલ્લા

Last Updated: 06:05 PM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ કહ્યું કે, કઠુઆથી કુપવાડા સુધી, ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં લોકો બહાર આવીને આ હુમલાની નિંદા ન કરતા હોય. મુખ્યમંત્રીએ કહ્યું, "ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ક્યાં અરુણાચલ અને ક્યાં ગુજરાત, ક્યાં જમ્મુ-કાશ્મીર અને ક્યાં કેરળ અને વચ્ચેના બધા રાજ્યો, આખો દેશ આ હુમલાથી પ્રભાવિત થયો છે."

સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમારામાંથી કોઈ પણ આ હુમલાના સમર્થનમાં નથી અને આ હુમલાએ અમને અંદરથી ખોખલા કરી દીધા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમના ભાષણમાં કઈ મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અબ્દુલ્લાએ વિધાનસભામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના નામ વાંચી સંભળાવ્યા અને તેમના રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ હુમલાથી આખો દેશ દુઃખમાં છે.

હુમલાની આખું કાશ્મીર નિંદા કરી રહ્યું છે

મુખ્યમંત્રીએ કહ્યું કે, કઠુઆથી કુપવાડા સુધી, ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં લોકો બહાર આવીને આ હુમલાની નિંદા ન કરતા હોય. મુખ્યમંત્રીએ કહ્યું, "ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ક્યાં અરુણાચલ અને ક્યાં ગુજરાત, ક્યાં જમ્મુ-કાશ્મીર અને ક્યાં કેરળ અને વચ્ચેના બધા રાજ્યો, આખો દેશ આ હુમલાથી પ્રભાવિત થયો છે."

21 વર્ષે બૈસરનમાં મોટો હુમલો

અબ્દુલ્લાએ કહ્યું, "અમે અમરનાથ યાત્રા શિબિરો પર હુમલા જોયા છે, અમે કાશ્મીરી પંડિત વસાહતો પર હુમલા જોયા છે, અમે સરદાર વસાહતો પર હુમલા જોયા છે... પરંતુ હવે 21 વર્ષ પછી, બૈસરનમાં આટલો મોટો હુમલો થયો છે."

મારી પાસે 26 લોકોનાં પરિવારની માફી માંગવા શબ્દો નથી

અબ્દુલ્લાએ કહ્યું કે, તેમણે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું, "મારી પાસે તેમના પરિવારના સભ્યોની માફી માંગવા માટે શબ્દો નહોતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે, મેં લોકોને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું. યજમાન તરીકે, તેમને અહીંથી સુરક્ષિત રીતે પાછા મોકલવાની જવાબદારી મારી હતી, પરંતુ હું તેમ કરી શક્યો નહીં અને મારી પાસે માફી માંગવા માટે શબ્દો નહોતા."

શું મારું રાજકારણ આટલું સસ્તું છે?

સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હું આ તકનો ઉપયોગ રાજ્યનો દરજ્જો માંગવા માટે નહીં કરું. પહેલગામ પછી, હું જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો કેવી રીતે માંગી શકું? શું મારું રાજકારણ આટલું સસ્તું છે? આપણે ભૂતકાળમાં પણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરીશું, પરંતુ જો હું કેન્દ્ર સરકારને કહું કે 26 લોકો મૃત્યુ પામ્યા છે, તો હવે મને રાજ્યનો દરજ્જો આપો, તો તે મારા માટે શરમજનક હશે."

16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

બીજી તરફ, કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ભલામણ પર કાર્યવાહી કરતા સોમવારે પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, આ યુટ્યુબ ચેનલો ભારત, આપણી સેના અને સુરક્ષા એજન્સીઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. બીજી તરફ, પહેલગામ હુમલાના ગુનેગારોની શોધમાં સુરક્ષા દળો છેલ્લા 5 દિવસથી અલગ અલગ સ્થળોએ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

J&K CM Omar Abdullah Omar Abdullah apologized Pahalgam Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ