બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / પેશાબ કરતી વખતે થઇ રહ્યો છે અસહ્ય દુખાવો? તો હોઇ શકે છે આ ગંભીર કારણ, ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા
Last Updated: 09:37 AM, 30 November 2024
પેશાબમાં દુખાવાના કારણો: ઘણા લોકોને પેશાબના અંતે દુખાવો અથવા બળતરા થતાં હોય છે. જો કે આપણે તેને સામાન્ય માનીએ છીએ અને તેની અવગણના કરીએ છીએ, પરંતુ આ એક ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. પેશાબનો આ દુખાવો ડિસ્યુરિયાને કારણે થઈ શકે છે. જો કે તેની પાછળ અન્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ પેશાબના અંતે દુખાવો થવાના કારણો શું છે.
ADVERTISEMENT
યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઈ): પુરુષો અને સ્ત્રીઓમાં દુખાવો થતો હોય તો પેશાબનું આ એક સામાન્ય કારણ છે. આવું ત્યારે થાય છે, જ્યારે બેક્ટેરિયા પેશાબની નળીઓમાં આક્રમણ કરે છે. તેના લક્ષણોમાં પેશાબ કરતી વખતે બળતરા, વારંવાર પેશાબ થવો અને દુર્ગંધયુક્ત પેશાબ થાય છે.
ADVERTISEMENT
મૂત્રાશયમાં ચેપ: યુટીઆઈ, સાબુ અથવા હાઇજીન પ્રોડક્ટના કેમિકલ બર્નને કારણે મૂત્રાશયમાં બળતરા થાય છે. અન્ય એક રોગ, ઇન્ટર્સ્ટિશિયલ સિસ્ટીટીસમાં પણ સમાન લક્ષણો જોવા મળે છે.
વધુ વાંચો મહિલાઓને 40ની ઉંમર પછી હાર્ટ એટેકનો વધારે ખતરો, આ ચાર કારણો જવાબદાર
કિડની અને મૂત્રાશયની પથરી: વધુ પડતાં મિનરલ પેશાબની નળીઓમાં એકઠા થાય ત્યારે અતિશય દુખાવો થાય છે. ક્યારેક પેશાબમાં લોહી દેખાઈ જાય છે, અથવા કમર બાજુના ભાગમાં તીવ્ર દુખાવો થાય છે.
ADVERTISEMENT
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ (STIs): ગોનોરિયા અથવા ક્લેમીડિયા જેવા STIs મૂત્રમાર્ગમાં બળતરા થાય છે. પરિણામે પેશાબ દરમિયાન દુખાવો થાય છે.

ADVERTISEMENT
યુરેથ્રાઇટિસ: ઘણીવાર ચેપ અથવા બળતરાને કારણે પેશાબના અંતે અતિશય દુખાવો થાય છે.
પ્રોસ્ટેટાઇટિસ: પુરુષોમાં, પ્રોસ્ટેટ ગ્રંથિના બળતરાને લીધે પેશાબ દરમિયાન અથવા પેશાબ પછી પણ દુખાવો થાય છે.
ADVERTISEMENT
યોનિમાર્ગમાં ખંજવાળ અથવા ચેપ: સ્ત્રીઓમાં, યોનિમાર્ગ ચેપ જેમ કે યીસ્ટ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ વેજિનોસિસ પેશાબ દરમિયાન અસ્વસ્થતા ઊભી થાય છે.
ડિહાઇડ્રેશન: યોગ્ય માત્રામાં પ્રવાહી ન લેવાથી આ સમસ્યા ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
મૂત્રાશયનું કેન્સર: આ એવી સ્થિતિ છે કે જેમાં પેશાબ કરતી વખતે દુખાવો થાય છે અને ઘણીવાર પેશાબમાંથી લોહી પણ આવે છે.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.