બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hurricane Shaheen spreads to Pakistan but heavy rains forecast in these areas

આગાહી / ગુજરાત પરથી મોટી આફત ટળી, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું પરતું આજે સૌરાષ્ટ્ર સહિત આ પંથકમાં હળવાથી ભારે વરસાદની આગાહી

Kiran

Last Updated: 10:20 AM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો છે શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું પરતું આજે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે

  • રાજ્યમાં બે દિવસ વરસાદ રહેશે
  • સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ રહેશે
  • શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું

રાજ્યમાં શાહીન વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર સહિત અનેક  પંથકમાં ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે કચ્છના 64 ગામો  અલર્ટ કરી દેવામાં આવ્યા છે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા ગામોમાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે. 



 

રાજ્યમાં બે દિવસ વરસાદ રહેશે

કચ્છના લખપત, માંડવી, મુન્દ્રા તેમજ અબડાસા સહિતના તાલુકાઓમાં તંત્ર ખડે પગે તૈયાર છે અતિ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. હવામાન વિભાગ અનુસાર સૌથી વધારે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી 3 દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા સમાચાર આપ્યા છે કે વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી. 


સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ રહેશે

શાહીન વાવાઝોડાની અસરને જોતા આજે સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જો કે શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જતા ગુજરાત પરથી મોટી આફત ટળી ને પરતું હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે,

જો કે ગુજરાતમાં પડેલા વરસાદથી લોકો પહેલાથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી વરસાદ આફત બનીને આવે તો ભારે તારાજી સર્જી શકે છે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે નદી, નાળા, સરોવર ડેમ છલકાઈ ગયા છે, તો નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં ઘોડા પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેવી સ્થિતિમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 


આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી 

શાહીન વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેને કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જામનગર, દ્રારકા, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલા રહેશે તેવી જણાવાઈ રહ્યું છે. આ તરફ જામનગર, દ્વારકા, ભાવનગર, પંચમહાલ, દાહોદ તેમજ મહીસાગર, દાદરાનગર હવેલી, દીવ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rains Shaheen forecast hurricane ભારે વરસાદ વરસાદની આગાહી શાહીન વાવાઝોડું સૌરાષ્ટ્ર હવામાન વિભાગ heavy rains forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ