બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / HRA for central government officers railway employees can be increased in nearest future

આનંદો! / કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે વધુ એક સારા સમાચાર, આ ભથ્થાં અંગે ચાલે છે વિચારણા

Mayur

Last Updated: 10:14 AM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે વધુ એક સારા સમાચાર મળે તેવી સંભાવના છે.

  • સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર
  • હાઉસ રેન્ટ એલાઉન્સ લાગુ કરવાની માંગ
  • 11.56 લાખથી વધુ કર્મચારીઓને થશે અસર 

સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની સાથે અન્ય ભથ્થા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેનો લાભ તેમને જાન્યુઆરીથી મળશે.

બોર્ડને દરખાસ્ત મોકલી
વાસ્તવમાં, આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં કરવામાં આવશે, જેના કારણે પગારમાં બમ્પર વધારો થશે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચાર-મંથન શરૂ કર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.

જાન્યુઆરી 2021 થી HRA મળશે

પ્રસ્તાવની મંજૂરી પછી, કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. આ કર્મચારીઓને HRA મળતાં જ તેમના પગારમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.

કર્મચારીઓને HRAમાં વધારો 
વાસ્તવમાં, જો મોંઘવારી ભથ્થું 25% થી વધુ હોય તો HRA આપમેળે રિવાઇઝ થાય છે. DoPTના નોટિફિકેશન મુજબ કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધારાના HRAમાં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે.

શહેરની કેટેગરી પ્રમાણે HRA

તમામ કર્મચારીઓને વધેલા HRAનો લાભ મળવા લાગ્યો છે. તેથી શહેરની કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા એચઆરએ મળવાનું શરૂ થયું છે. આ વધારો પણ DAની સાથે 1 જુલાઈ 2021થી અમલમાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Gujarati News hourse rent allowance hra railway employees central government employees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ