ન્યૂઝ અપડેટ્સ
VTV / Food and Recipe / how to make cake wiyhout oven
ADVERTISEMENT
સામગ્રી ઃ દૂધ, ફટકડી, ખાંડ, ઘી, લિક્વિડ ગ્લુકોઝ
ADVERTISEMENT
રીત ઃ સ્ટવ પર કડાઈ મૂકો. તેમાં એકદમ ધીમી આંચ ઉપર દૂધ ઉકળવા મૂકો. દૂધમાં ઊભરો આવે એટલે તેમાં ફટકડી અને ખાંડ નાંખો અને બરાબર હલાવતા રહો. દૂધને લગભગ દોઢ કલાક જેટલું ઉકાળો. તે ઘટ્ટ અને દાણાદાર બની જશે. તેનો રંગ પણ થોડો બદલાશે. આ દૂધને બાજુ પર મૂકી દો. સ્ટવ પર બીજી એક કડાઈ મૂકો. તેમાં ઘી ઉમેરો. આ ઘીમાં લિક્વિડ ગ્લુકોઝ ઉમેરો અને તેને બરાબર ચઢવા દો. આ મિશ્રણ કડાઈની કિનારી છોડવા લાગે એટલે સમજી લેવાનું કે તે બરાબર ચઢી ગયું છે. હવે દૂધ અને ઘીવાળા મિશ્રણને એકરસ કરી દો. અન્ય એક વાડકામાં ઘીથી ગ્રીસિંગ કરો અને એ વાડકામાં દૂધ અને ઘી તેમજ ગ્લુકોઝવાળું મિશ્રણ તૈયાર કર્યું છે. તે ઉમેરો. વાડકાને ઢાંકણથી બરાબર ઢાંકી લો. છથી સાત કલાક માટે આ મિશ્રણને એક બાજુ મૂકી રાખો અને સેટ થવા દો. સાત કલાક બાદ આ મિશ્રણ સેટ થઈ જાય એટલે તેને વાડકામાંથી બહાર કાઢો અને તેના ચોરસ ટુકડા કરી સર્વ કરો. તો તૈયાર છે મિલ્ક કેક.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો