ઘરમાં વાસ્તુ દોષ હોય તો બનેલા કામ પણ બગડી જાય છે. વાસ્તુ દોષના કારણે ડરામણા સપના આવવા, પૈસાના પ્રોબલેમ થવા, બિઝનેસમાં નુકસાન થવુ અને પતિ-પત્નીમાં ઝઘડા જેવી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ વાસ્તુમાં વિશ્વાસ રાખતા હો અને આવી કોઇ પરેશાની હોય તો ચેતી જજો. નાની નાની વાસ્તુ ટિપ્સ તમને સુખ અને સમૃધ્ધિ અપાવશે.
બેડની સામે ક્યારેય અરીસો ન લગાવવો જોઇએ. સવારે ઉઠીને જ કાચ જોવા અશુભ માનવામાં આવે છે, તેનાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડા પણ વધે છે.
પતિ-પત્નીમાં લડાઇ-ઝઘડા વધુ થતા હોય તો રુમમાં રાધા-કૃષ્ણની મુર્તિ લગાવો કેમકે તે પ્રેમનુ પ્રતિક માનવામાં આવે છે.
દિવસની સારી શરુઆત માટે સવારે ઉઠીને તમારા હાથની રેખાઓ જોવું ખુબ શુભ માનવામાં આવે છે.
જો બાળકોને તેમના રુમમાં એકલા ડર લાગતો હોય અથવા તેમને ડરામણા સપના આવતા હોય તો રુમમાં મોર પંખ લગાવો.
ઘરમાં બરકત ન રહેતી હોય તો ઘરમાં મની પ્લાંટ, બામ્બુ પ્લાન્ટ કે ક્રાસુલા પ્લાન્ટ લગાવો. એવુ માનવામાં આવે છે કે તેનાથી પૈસાની સમસ્યા આવતી નથી. તેનાથી નેગેટિવ એનર્જી પણ દુર રહે છે.
વાસ્તુ અનુસાર પાણીનું વહેવુ કે ટપકવું સારુ માનવામાં આવતુ નથી. તેનાથી ઘરમાં બરકત રહેતી નથી. આવા સંજોગોમા ઘરની કોઇ પાઇપ ખરાબ હોય તો તેને ઠીક કરાવી લો.
સાવરણી લક્ષ્મીનુ સ્વરુપ માનવામાં આવે છે. તેને ક્યારેય પગ ન અડાડો. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાંથી તે કોઇને દેખાય નહીં.
સુર્ય અસ્ત થયા બાદ નખ કાપવા શુભ હોતુ નથી. આવુ કરવાથી લક્ષ્મી આવતી નથી.
ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવીને રાખો, તેનાથી નેગેટીવ એનર્જી દુર થાય છે.
મહિલાઓ ધ્યાન રાખે કે કઢાઇનો ઉપયોગ કર્યા બાદ તેને ઉલટી કરીને રાખે. તેને સીધી કરવાથી રાહુદોષ વધે છે. આરોગ્ય પણ બગડે છે.
ઘરમાં વાંસળી રાખો કેમકે તે ખુશી અને આકર્ષણનું પ્રતિક છે, તેનાથી નેગેટિવ એનર્જી પણ પોઝિટીવ એનર્જીમા બદલાઇ જાય છે