બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / How strong will OBC representation be? The issues of the society will be resolved, whether the percentage of reservation is sufficient

મહામંથન / OBCનું પ્રતિનિધિત્વ કેટલું મજબૂત બનશે? સમાજના પ્રશ્નો ઉકેલાશે, અનામતની ટકાવારી પૂરતી છે કે કેમ

Vishal Khamar

Last Updated: 08:29 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે.  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBCને 27% અનામતની જાહેરાત કરવામાં આવી છે.  ઝવેરી કમિશનની ભલામણ બાદ રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો.  પંચાયત, નગરપાલિકા, મહાપાલિકામાં 27% OBC અનામત નક્કી કરાયું છે.  કુલ અનામત 50%થી ન વધે તે રીતે અનામત લાગુ થશે.

સુપ્રીમકોર્ટનો જાન્યુઆરી 2022માં આદેશ, રાજ્ય સરકારની લાંબા સમય સુધી આયોગની રચના ન કરવી, છ મહિનાના વિલંબ બાદ ઝવેરી કમિશનની રચના, બે વખત તેની મુદત લંબાવવી, અને હવે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે સરકારે જેનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC માટે વધુમા વધુ 27% અનામતની જાહેરાત કરી. વિવાદની લાંબી ચર્ચા એટલા માટે નથી કરવી કારણ કે ઘટનાક્રમ જે બન્યો તે રાજકીય અને જાણકાર વર્તુળોમાં જાણીતો છે.

  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBCને 27% અનામત
  • પંચાયત, નગરપાલિકા, મહાપાલિકામાં 27% OBC અનામત
  • કુલ અનામત 50%થી ન વધે તે રીતે અનામત લાગુ થશે

સ્વભાવિકપણે ફરી એકવાર કોંગ્રેસ સરકારની જાહેરાતને OBC સમાજને અન્યાય સમાન ગણાવી રહી છે. પાયાનો મુદ્દો એટલો જ છે કે OBCને વધુમાં વધુ 27 ટકા અનામત સ્થાનિક સ્વરાજમાં મળશે તો તેનાથી સમાજનું પ્રતિનિધિત્વ કેટલું મજબૂત બનશે અને સમાજના પ્રશ્નો વધુ મજબૂતીથી ઉઠશે કે કેમ.. વસતીના પ્રમાણમાં સરકારે જે જાહેરાત કરી તે અનામતની ટકાવારી પૂરતી છે કે કેમ.કોંગ્રેસે જે માંગ કરી હતી તેમા ઓછામા ઓછા 27 ટકા અનામતની વાત હતી. જેની સામે સરકારે વધુમા વધુ 27 ટકા અનામતની જાહેરાત કરી આ આરોપ પાછળનો તર્ક શું છે.

SC-ST અનામતમાં ફેરફાર થશે?

  • SC-ST અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય

સ્થાનિક સ્વરાજમાં 27% OBC અનામત

ક્યા વિસ્તારમાં થશે લાગુ?
 
મહાપાલિકા
નગરપાલિકા
ગ્રામપંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયતમાં

પેસા એક્ટ લાગુ છે ત્યાં કેવી સ્થિતિ રહેશે?
રાજ્યના 9 જિલ્લા અને 51 તાલુકામાં પેસા એક્ટ લાગુ છે. જ્યાં આદિવાસી વસતી બહુમતિમાં હોય ત્યાં પેસા એક્ટ લાગુ છે. તેમજ  પેસા એક્ટ લાગુ હોય તેવા વિસ્તારમાં 10% OBC અનામત યથાવત રહેશે. આદિવાસી વિસ્તારમાં અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

  • રાજ્યના 9 જિલ્લા અને 51 તાલુકામાં પેસા એક્ટ લાગુ છે
  • જ્યાં આદિવાસી વસતી બહુમતિમાં હોય ત્યાં પેસા એક્ટ લાગુ છે
  • પેસા એક્ટ લાગુ હોય તેવા વિસ્તારમાં 10% OBC અનામત યથાવત રહેશે
  • આદિવાસી વિસ્તારમાં અનામતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો

કોંગ્રેસે શું તર્ક આપ્યો?
આ બાબતે કોંગ્રેસ દ્વારા સરકારનાં આ નિર્ણય પર પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે, OBC સમાજને 27% અનામત આપી અન્યાય થઈ રહ્યો છે.  ઝવેરી કમિશનની ભલામણનો અમલ થયો નથી. ત્યારે સરકાર રાજકીય નફો-નુકસાન જોઈ રહી છે. OBCને પ્રતિનિધિત્વ ન આપવું પડે એ રીતે અનામતની જાહેરાત કરવામાં આવી છે.  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં SC-STને વસતી આધારીત અનામત મળે છે. OBC સમાજને પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં વસતી મુજબ પ્રતિનિધિત્વ મળે છે.  OBCને ઓછામા ઓછી 27% અનામતની ભલામણ હતી. સરકારે વધુમાં વધુ 27% અનામતની જાહેરાત કરી. સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તેવી માંગ કોંગ્રેસે કરી હતી.

  • OBC સમાજને 27% અનામત અન્યાય
  • ઝવેરી કમિશનની ભલામણનો અમલ નથી થયો
  • સરકાર રાજકીય નફો-નુકસાન જોઈ રહી છે
  • OBCને પ્રતિનિધિત્વ ન આપવું પડે એ રીતે અનામતની જાહેરાત

સુપ્રીમકોર્ટનો આદેશ શું હતો?
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સંદર્ભમાં પિટીશન દાખલ થઈ હતી. ચૂંટણીઓમાં OBC અનામત લાગુ કરવા પિટીશન દાખલ થઈ હતી. સુપ્રીમકોર્ટે તમામ રાજ્યોને કમિશન રચવા આદેશ કર્યો હતો. 19 જાન્યુઆરી 2022ના રોજ સુપ્રીમકોર્ટે આદેશ કર્યો હતો. OBC અનામતનું પ્રમાણ, વસતીના આધારે રિપોર્ટ માંગ્યો હતો. રાજ્ય સરકારે તત્કાલિન સમયે કાર્યવાહી ન કરતા OBC અનામત દૂર થયું. આયોગના પ્રસ્તાવ મુજબ અનામત લાગુ કરવાનો સુપ્રીમકોર્ટનો આદેશ હતો.

  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં SC-STને વસતી આધારીત અનામત મળે છે
  • OBC સમાજને પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં વસતી મુજબ પ્રતિનિધિત્વ મળે
  • OBCને ઓછામા ઓછી 27% અનામતની ભલામણ હતી
  • સરકારે વધુમાં વધુ 27% અનામતની જાહેરાત કરી
  • સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે

રાજ્યમાં OBC વસતી
 
નગરપાલિકા વિસ્તાર
53.36%
 
મહાપાલિકા વિસ્તાર
39.44%
 
ગ્રામ્ય વિસ્તાર
54%

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ