ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જયપુરમાં CNG ટેન્કર બ્લાસ્ટ કેવી રીતે થયો? એનિમેશન વીડિયોથી સમજો

અકસ્માત / જયપુરમાં CNG ટેન્કર બ્લાસ્ટ કેવી રીતે થયો? એનિમેશન વીડિયોથી સમજો

Last Updated: 08:25 PM, 21 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુર અજમેર નેશનલ હાઇવે પર એક ટેન્કર દ્વારા યુ ટર્ન લેતી વખતે અકસ્માત થતાં 14 લોકોના મોત થયા હતા. જેમાં 35 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા.

ADVERTISEMENT

રાજસ્થાનના જયપુર અજમેર હાઇવે પર LPG ગેસ ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ થતાં હડકંપ મચી ગયો છે. જેમાં આસપાસના વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો બળીને ખાખ થઇ ગયા છે. આ ગેસનું ટેન્કર જ્યારે યુ ટર્ન લઈ રહ્યું હતું ત્યારે બીજી ટ્રકની ટક્કરથી એક્સિડન્ટ થયો હતો.

જયપુર અજમેર નેશનલ હાઇવે પર થયેલ આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેમાં આસપાસના 35 વાહનોમાં આગના ચપેટમાં આવ્યા હતા. જેમાં 29 ટ્રક સહિત બસ અને બીજા વાહનોનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટ 500 મીટર સુધી ફેલાયો હતો, જેમાં 14 લોકોના મોત થયા હતા તો 44 લોકો ભયંકર રીતે દાઝ્યા હતા. જેથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે. 

શુક્રવારની સવારે થયેલ આ હદશામાં 14 લોકોના મૃત્યુ માટે જવાબદાર કોણ છે તે અંગે એક SIT બનાવવામાં આવી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે રોડ નજીકની એક પાઇપની ફેકટરી પણ બળી ગઈ હતી. અહીંયા એક કિલોમીટર સુધી વાહનોની લાઇન થઈ હતી. અને ચારો તરફઅફરા તફરીનો માહોલ સર્જાયો હતો. 

જયપુર પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ગેસનું ટેન્કર યુ ટર્ન લઈ રહ્યું હતું ત્યારે બીજી ટેન્કરના ટક્કરથી ગેસનું નોઝલ તૂટી જવાથી ગેસ લીક થઈ ગયો હતો. જેથી બ્લાસ્ટ થયો હતો. જેથી વાહનમાં બેસેલા લોકોને પોતાનો બચાવ કરવાનો મોકો પણ નહતો મળ્યો. 

વધુ વાંચો : ચાલતી કાર અને બાઈક પર પડ્યું કન્ટેનર! ભીષણ અકસ્માતમાં 6 લોકો કાળનો કોળિયો

  • યુ ટર્ન કેવી સ્થિતિમાં લેવો?

મોટા વાહનોએ નક્કી કરેલ જગ્યાએ જ ય ટર્ન લેવો જોઈએ. જો તમે ટ્રાફિક લાઈટ પર હોવ અને ત્યાં તમને પરમિશન હોય તો જ યુ ટર્ન લઈ શકાય છે. જો તમને યુ ટર્ન રોકવા માટે કોઈ સંકેત ન મળ્યો હોય કે કોઈ બોર્ડ ન મારેલ હોય તેવી જગ્યાએ યુ ટર્ન લેવો જોઈએ. યુ ટર્ન લેતી વખતે ડાભી તરફ રહેવું જોઈએ. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Jaipur Blast Tanker Blast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ