ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચાલતી કાર અને બાઈક પર પડ્યું કન્ટેનર! ભીષણ અકસ્માતમાં 6 લોકો કાળનો કોળિયો

કર્ણાટક / ચાલતી કાર અને બાઈક પર પડ્યું કન્ટેનર! ભીષણ અકસ્માતમાં 6 લોકો કાળનો કોળિયો

Last Updated: 06:48 PM, 21 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માત બાદ હાઈવે પર 3 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરને હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ADVERTISEMENT

કર્ણાટકના એક જિલ્લામાં ભયાનક અકસ્માત થયો છે. અહી રોડ પર જઇ રહેલી કાર અને બાઇક પર એક કન્ટેનર પડ્યુ હતું આ ભયાનક અકસ્માતમાં છ લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યુ છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુના વિસ્તારમાં એક ભયાનક અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, બેંગલુરુ રૂરલ એસપીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત નેલમંગલાના ટી બેગુર પાસે નેશનલ હાઈવે પર થયો હતો. હાઇવે પર જતી કાર અને બાઇક પર કન્ટેનર પલટી ગયું હતું. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાન પામેલા વાહનોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. તેમની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Karnataka-Accident1

અકસ્માત બાદ બેંગલુરુ પોલીસે સોશિયલ મીડિયા પર નવી ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે. પોલીસે લખ્યું છે કે બેંગલુરુ નજીક નેલમંગલામાં એક કાર અને બાઇક પર એક કન્ટેનર પલટી ગયું. જેને કારણે અહીં ટ્રાફિક ખૂબ જ સ્લો ચાલે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર અને બાઇકને ખરાબ રીતે નુકસાન થયું છે. એસયુવીમાં બે બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

અકસ્માત બાદ હાઈવે પર 3 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરને હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હાઈવે પર નિર્ધારિત ઝડપે વાહન ચલાવવાની અપીલ કરી છે. ટ્રક અને કાર બંને બેંગલુરુથી તુમાકુરુ તરફ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શનિવારે સવારે 11 વાગે થઈ હતી.

આ પણ વાંચોઃ હેલ્થ અને જીવન વીમો લેનારા લોકો માટે મોટા સમાચાર, મોદી સરકારે લીધો આ નિર્ણય

પરિવાર વિજયવાડાનો રહેવાસી

એસયુવી કન્ટેનરની સમાંતર ચાલી રહી હતી. સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઇ હતી. જે બાદ આગળની ટ્રક અને સાથે જતી ટ્રક પણ પલટી મારી ગઈ હતી. કન્ટેનરે બાઇકને પણ ચપેટમાં લીધુ હતું. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં સામેલ વેપારી પરિવારે ઓક્ટોબરમાં જ નવી કાર ખરીદી હતી. આ પરિવાર વિજયવાડાનો રહેવાસી હતો. જે રજાઓ ગાળવા શહેરની બહાર જઈ રહ્યો હતો. પોલીસે વાહનોને હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવામાં નજીકના લોકોની મદદ પણ લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ લોકોના મૃતદેહને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka Accident News Bengaluru news Karnataka News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ