બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / how can increase blood circulation in body for glowing skin

તમારા કામનું / ક્રીમ કે પાઉડર ચોપડવાની જગ્યાએ કરો આ 3 યોગાસન... ચહેરા પર આવશે નેચરલ ગ્લો

Manisha Jogi

Last Updated: 09:24 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે ના થવાને કારણે ચહેરા પરનો ગ્લો ઓછો થવા લાગે છે. અહીંયા અમે તમને કેટલીક એવી એક્સરસાઈઝ વિશે જણાવી રહ્યા છીએ, જેથી ફેસની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

  • કસરત કરીને સ્કિન ગ્લોઈંગ બનાવી શકો છો
  • લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થવું જરૂરી ઠે
  • નહીંતર ચહેરા પરનો ગ્લો ઓછો થવા લાગે છે

લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે ના થવાને કારણે ચહેરા પરનો ગ્લો ઓછો થવા લાગે છે. જેના કારણે ચહેરાની રંગત ફીકી પડી જાય છે. સ્કિન પર ગ્લો લાવવા માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. તમે કેટલીક કસરત કરીને સ્કિન ગ્લોઈંગ બનાવી શકો છો. જે લોકો ફેસ એક્સરસાઈઝ કરે છે, તેમના ચહેરા પર કાળા ધબ્બા, કરચલીઓ અને ડેડ સ્કિનની અસર વધુ જોવા મળતી નથી. અહીંયા અમે તમને કેટલીક એવી એક્સરસાઈઝ વિશે જણાવી રહ્યા છીએ, જેથી ફેસની તમામ પરેશાનીઓ દૂર થાય છે. 

હેડ સ્ટેન્ડ- આ કસરત કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. ચહેરા સુધી લોહીનું પરિભ્રમણ થાય છે. કોર મસલ્સ મજબૂત બને છે. આ કસરત કરવા માટે દીવાલ પાસે આસન પાથરો. ઘુંટણ પર બેસી જાવ. બંને હાથ અને કોણી જમીન પર રાખો. બંને હાથથી લોક કરી દો અને હથેળીઓની વચ્ચે રાખો. હવે પગથી કિક કરીને શરીર ઉપરની તરફ ઉઠાવો. શરીર હવામાં રહેશે ત્યારપછી સૂઈ જાવ. 

ફિશ પોઝ- આ આસન કરવાથી લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે અને ફેસ ગ્લો કરે. બોડી પોશ્ચર સારો રહે છે અને બોડી ફ્લેક્સિબલ બને છે. ફિશ પોઝ કરવા માટે આસન પાથરો અને પીઠ પર સૂઈ જાવ. હવે શરીર સીધુ કરી લો. હવે બંને ઘુંટણ વાળીને પલાઠી વાળો. બંને હાથથી અંગુઠા પકડો. પીઠ વાળીને માથુ જમીન પર રાખો. આંખો બંધ કરીને ઊંડ શ્વાસ લો. હવે આ જ પોઝિશનમાં રહો અને નોર્મલ થઈ જાવ. 

બ્રિજ પોઝ- આ આસન કરવાથી આંખ નીચેના કાળા નિશાન ઓછા થવા લાગે છે. ત્વચામાં નિખાર આવે છે અને પેટની માંસપેશીઓ મજબૂત બને છે. મેદસ્વીતા દૂર થાય છે. બોડી ફ્લેક્સિબલ બને છે. આ કસરત કરવા માટે આસન પાથરો અને પીઠ પર સૂઈ જાવ. પગ ઘુંટણથી વાળીને હિપ્સ પર અડકાવો. શરીર સીધુ રાખો અને બંને હાથથી પકડો. હવે ઉપર આવવાની કોશિશ કરો. ઉઠતા સમયે ખભા જમીન પર રાખો અને પેટ હવામાં હોવું જોઈએ. તમારા પગ 90ની ડિગ્રીના ખૂણાએ વળેલા હશે. 

વધુ વાંચો: ખતરાની ઘંટી નહીં સમજો તો વધી જશે હાર્ટઍટેકનો ખતરો! કોલેસ્ટ્રોલ વધવા પર દેખાય છે આ 5 લક્ષણ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ