બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 5 symptoms appear when cholesterol increases

હેલ્થ / ખતરાની ઘંટી નહીં સમજો તો વધી જશે હાર્ટઍટેકનો ખતરો! કોલેસ્ટ્રોલ વધવા પર દેખાય છે આ 5 લક્ષણ

Pooja Khunti

Last Updated: 08:09 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેસ્ટ્રોલ વધવાનાં કારણે શારીરિક સમસ્યાઓ સર્જાય શકે છે. જો તેને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાની સીધી અસર હ્રદયના સ્વાસ્થ્ય પર પડે છે.

  • હાથ અને પગમાં દુ:ખાવો 
  • આંખોની આસપાસ ફેટ જમા થાય છે 
  • વારંવાર માથાનો દુ:ખાવો

કોલેસ્ટ્રોલ વધવાનાં કારણે શારીરિક સમસ્યાઓ સર્જાય શકે છે. જો તેને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાની સીધી અસર હ્રદયના સ્વાસ્થ્ય પર પડે છે. તાજેતરના સમયમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી યોગ્ય સમયે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જાણો સ્વાસ્થ્ય નિષ્ણાંત પાસેથી કે જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે.

ઉચ્ચ કોલેસ્ટ્રોલના શારીરિક લક્ષણો 

હાથ અને પગમાં દુ:ખાવો 
જો નસોમાં કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો તમને વારંવાર તમારા હાથ અને પગમાં દુ:ખાવો થવા લાગે છે, કારણ કે પ્લેક જમા થવાને કારણે તમારા પગની અને હાથની રક્તવાહિનીઓમાં બ્લોકેજ થઈ જાય છે. તેથી લોહી અને ઓક્સિજન તે ભાગોમાં યોગ્ય રીતે પહોંચી શકતા નથી.

ડાબી છાતીમાં દુ:ખાવો
હૃદય શરીરની ડાબી બાજુએ હોવાથી, અહીં ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે છાતીમાં તીવ્ર દુ:ખાવો થાય છે. જો રક્તવાહિનીઓમાં ઓછામાં ઓછું પ્લેક જમા થતું હોય તો પણ તે રક્ત પ્રવાહ પર નકારાત્મક અસર કરે છે. જેના કારણે છાતીમાં દુ:ખાવો થાય છે.

વાંચવા જેવું: કબજિયાતનો અકસીર ઉપાય: દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પી જાઓ, ઊંઘ પણ સારી આવશે

આંખોની આસપાસ ફેટ જમા થાય છે 
કોલેસ્ટ્રોલ આંખોનાં પોપચા પર પણ જમા થઈ શકે છે. જ્યાં તેને ઝેન્થેલાસ્માસ કહેવામાં આવે છે. જ્યારે આ ભાગમાં ચરબી જમા થાય છે, ત્યારે તાત્કાલિક સતર્ક થવાની જરૂર છે.

ડિપ્રેશન અને મેમરી લોસ
દુનિયાભરમાં થયેલા ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે જો તમારી નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ તણાવ અને મેમરી લોસનો શિકાર બની શકે છે.

હાથ-પગમાં વારંવાર કળતર
હાથ-પગમાં કળતર એ લોહીનું પરિભ્રમણ ઓછું થવાની નિશાની છે. આવું ત્યારે થાય છે જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે.

વારંવાર માથાનો દુ:ખાવો
જ્યારે માથાની આસપાસના વિસ્તારમાં રક્તવાહિનીઓ જામ થઈ જાય છે, ત્યારે માથાના પાછળના ભાગમાં તીવ્ર દુ:ખાવો શરૂ થાય છે. જો આ સમસ્યાની સમયસર સારવાર કરવામાં ન આવે તો તે સ્ટ્રોકનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ