બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Get rid of constipation with the help of milk and ghee

હેલ્થ ટિપ્સ / કબજિયાતનો અકસીર ઉપાય: દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પી જાઓ, ઊંઘ પણ સારી આવશે

Pooja Khunti

Last Updated: 04:35 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીશો તો તમારું પાચન સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. દૂધ અને ઘીનું મિશ્રણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

  • દૂધ અને ઘીની મદદથી કબજિયાતથી છુટકારો મેળવો
  • હાડકાં મજબુત બનશે
  • તમને આરામની ઉંઘ આવશે

કેટલાક લોકો તૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ખુબજ પસંદ કરતાં હોય છે. તે ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. તમે જે ફાસ્ટ અને જંક ફૂડ ખાઓ છો, તે પચવામાં ખૂબ જ મુશ્કેલ હોય છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે. ઘણીવાર તમે જોયું હશે કે જે લોકો ફાસ્ટ અને જંક ફૂડ ખાય છે, તેઓને કબજિયાતની ફરિયાદ રહે છે. જાણો આ સમસ્યાથી રાહત મેળવવા શું કરવું જોઈએ. 

દૂધ અને ઘીની મદદથી કબજિયાતથી છુટકારો મેળવો
કબજિયાત ગ્રસ્ત વ્યક્તિ માટે રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. જો તમે રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી મિક્સ કરીને પીશો તો તમારું પાચન સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જ્યારે ઘીમાં કુદરતી ચરબી હોય છે. દૂધ અને ઘીનું મિશ્રણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

દૂધ અને ઘી મિક્સ કરીને પીવાના અન્ય ફાયદા

હાડકાં મજબુત બનશે
તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક લોકો હાડકામાં દુ:ખાવાની ફરિયાદ કરે છે. તેઓ રાત્રે દૂધ અને ઘી મિક્સ કરીને પી શકે છે. આ સાંધામાં લુબ્રિકેશનનું કામ કરે છે. જેનાથી સોજો દૂર થાય છે. .

વાંચવા જેવું: હળદરથી હટાવો આંખોની નીચેના ડાર્ક સર્કલ્સ, જાણી લો વાપરવાની રીત 

તમને આરામની ઉંઘ આવશે
રાત્રે દૂધ અને ઘી મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જે લોકો ઊંઘની કમીથી પીડાય છે તેમના માટે તે ફાયદાકારક રહેશે. આ પીવાથી તમે સરળતાથી 7 થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ મેળવી શકશો.

સ્ટેમિના વધશે
જો તમારી શારીરિક ગતિવિધિઓ વધુ હશે તો તમારે વધુ શક્તિ અને સ્ટેમિનાની જરૂર પડશે. જો તમે નિયમિતપણે દૂધ અને ઘી મિક્સ કરીને સેવન કરશો તો થોડા જ અઠવાડિયામાં તમને ફાયદો દેખાવા લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ