ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આઝાદી અને લોકતંત્રની માગ કરી રહેલા લોકોને કાબુમાં લેવા માટે સ્થાનિક પોલીસ દ્વારા ટીયર ગેસ તથા લાઠી ચાર્જનો ઉપયોગ પણ કરવો પડ્યો હતો, જો કે, ત્યારબાદ આ વિરોધ કરનારાઓએ પોલી પર પત્થર અને વાંસની લાકડીઓથી હુમલો કર્યો હતો. ત્યારે આ બિલ પરત લેવામાં આવતા વિરોધ કરનારાઓનો સંઘર્ષ સફળ થયો હતો.
ADVERTISEMENT
શેરબજારમાં મોટો ઉછાળો
ચીનમાંથી વિવાદિત પ્રત્યાર્પણ બિલ પાછો ખેંચ્યા બાદ હોંગકોંગના શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેની અસર તમામ એશિયન બજારો પર જોવા મળી છે. ભારતના બેંચમાર્ક ઇન્ડેક્ષ સેન્સેક્સ અને નિફ્ટી પણ નીચા વલણને દૂર કરીને ઝડપી ગતિએ ટ્રેડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
નિષ્ણાંતોનું કહેવું છે કે ચીન દ્વારા લેવામાં આવેલું આ પગલું ખૂબ મહત્વનું છે, કારણ કે ટ્રેડ વોર સિવાય દુનિયાની નજર પણ હોંગકોંગમાં થઈ રહેલા વિરોધ ઉપર છે. ચીન સતત કહેતું હતું કે અમેરિકા હોંગકોંગના મામલાને સતત પ્રોત્સાહિત કરી રહ્યું છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સંસદને લીધી બાનમાં
ADVERTISEMENT

હોંગકોંગમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પ્રદર્શનકારીઓમાં કેટલાક લોકોએ પોતાના માથા પર હેલમેટ પણ પહેરી રાખી છે. સંસદભવનની અંદર કેટલાક પ્રદર્શનકારીઓએ બિલ્ડીંગ તોડી નાંખવાનો પ્રયત્ન પણ કર્યો.
ADVERTISEMENT
દિવાલ પર પેઇન્ટિંગ બનાવી અને વિધાન પરિષદમાં પોડિયમ પાસે બ્રિટિશ ઔપનિવેશકનો ફલેગ પણ લહેરાવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓના ઉગ્ર થયેલા વિરોધ પ્રદર્શન પછી પણ પોલીસ મૂક દર્શન બનેલી જોવા મળી. એક મળતાં અહેવાલ મુજબ કેટલાક પ્રદર્શનકારીઓને રોકવા માટે પ્રયત્ન કર્યાં પણ કોઇપણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી નહીં.
23 વર્ષનો દુબળો-પાતળો જુવાનિયો બન્યો હતો મુખ્ય આંદોલનકારી
ADVERTISEMENT

હોંગકોંગના એક દુબળો પાતળો છોકરો જેની ઉંમર માત્ર 23 વર્ષ છે પરંતુ તેના આંદોલને દુનિયાના બાહુબલી દેશ ચીનની તાકાતને પડકાર ફેંક્યો છે. આ છોકરાનું નામ છે જોશુઆ વોન્ગ. નોંધનીય છે કે, હોંગકોંગ પ્રશાસન એક બિલ લઇને આવ્યું છે. જેના દ્વારા પ્રદર્શનકારીઓને ચીન લાવીને કેસ ચલાવવાની વાત કરવામાં આવે છે. આ વાતને લઇને વોન્ગ પોતાના સમર્થકોની સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ