બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Honesty talkers deal with Angadia Minister of State for Home Harsh Sanghvis attack on AAP

વડોદરા / ઈમાનદારીની વાતો કરનારાઓએ આંગડિયાથી 2 નંબરનો વ્યવહાર કર્યો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના AAP પર પ્રહાર

Kishor

Last Updated: 06:22 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારડોલીમાં AAPના નેતા પાસેથી ઝડપાયેલા નાણાને લઇને હર્ષ સંઘવીએ  AAP પર પ્રહાર કર્યા હતા.

  • વદોદરામાં હર્ષ સંઘવીના AAP પર પ્રહાર
  • ઈમાનદારીની વાતો કરનારે રૂપિયા મોકલ્યા 
  • 2 નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું? 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પાણી ગેટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. જે વેળાએ તેમણે બારડોલીમાં AAPના નેતા પાસે ઝડપાયેલા નાણાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, AAPના નેતા પાસે આટલા નાણા ક્યાંથી આવ્યા તેનો જવાબ તે આપે. વધુમાં હર્ષ સંઘવીએ આક્ષેપ કરતા જણાવ્યું કે,  ઈમાનદારીની વાતો કરનારાઓએ આંગડિયાથી આ રૂપિયા મોકલ્યા છે.  

2 નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું  : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ AAP પર પ્રહાર કરતા ઉમેર્યું કે AAP એ હવાલા દ્વારા ગુજરાતમાં કાળું નાણું મોકલ્યું છે. હવાલા મારફતે આવા તો કેટલા રૂપિયા મોકલ્યા હશે. આ નાણા બારડોલી, અમદાવાદ અને અન્ય સ્થળોએ પકડાયા છે. બારડોલીના AAPના ઉમેદવારે એ પણ સ્વીકાર્યું છે કે આ પૈસા AAPની દિલ્હી ઓફિસમાંથી આવ્યા છે.  તો AAPએ જણાવવું જોઈએ કે, 2 નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું છે? તેમ અંતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું.


આ પૈસા ક્યાંથી આવ્યા? 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આંગડિયા મારફત રોકડા મોકલવામાં આવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? આ પ્રકારના હવાલા કરવાનું કારણ શું તેવું આપના નેતાઑએ પૂછવું જોઈએ. જો કે હાલ આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સત્ય સામે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ