ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હોંડાએ લૉન્ચ કરી ધાંસૂ બાઈક, ભૂલી જશો Royal Enfield અને Jawa, જુઓ કેવા છે Rebel 300ના ફીચર્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:00 PM, 25 August 2026
1/5
ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં ક્રૂઝર બાઇક્સના ક્ષેત્રે અત્યાર સુધી Royal Enfield નો દબદબો રહ્યો છે. આ સેગમેન્ટમાં જાવા (Jawa) અને યેઝડી (Yezdi) જેવા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે જાપાની ઓટો કંપની હોન્ડાએ (Honda) પોતાની નવી Honda Rebel 300 લોન્ચ કરીને મોટો ધમાકો કર્યો છે. આ બાઇક ખાસ કરીને બોબર સ્ટાઇલ રાઇડિંગ અને આધુનિક ફીચર્સના શોખીનો માટે ડિઝાઇન કરવામાં આવી છે.
2/5
હોન્ડાએ આ બાઇકનું ઉત્પાદન ભારતમાં જ કર્યું છે, જેના કારણે તેની કિંમત ખૂબ જ આકર્ષક રાખવામાં આવી છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ ₹2.22 લાખ (પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત, ઇ-ક્લચ (E-Clutch) વેરિઅન્ટ ₹2.62 લાખ (એક્સ-શોરૂમ, બેંગલુરુ) રાખવામાં આવી છે. આ બાઇકનું વેચાણ હોન્ડાની પ્રીમિયમ BigWing ડીલરશિપ દ્વારા કરવામાં આવશે. ભારતીય માર્કેટમાં આ બાઇકની સીધી સ્પર્ધા Royal Enfield Goan Classic 350 (કિંમત આશરે ₹2.25 લાખ) સાથે થશે.
ADVERTISEMENT
3/5
Honda Rebel 300 માં 286cc નું સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 30 HP નો મહત્તમ પાવર અને 27.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ વેરિઅન્ટમાં ઇલેક્ટ્રોનિક એક્ટ્યુએટર ટેકનોલોજી છે, જે ઓટોમેટિક ક્લચ ઓપરેટ કરે છે. આનાથી સિટીના ભારે ટ્રાફિકમાં રાઇડરે વારંવાર ક્લચ દબાવવાની જરૂર રહેતી નથી અને તે સીધા ગિયર ચેન્જ કરી શકે છે.
4/5
ADVERTISEMENT
5/5
ટિયર-ડ્રોપ શેપ ફ્યુઅલ ટેન્ક, રાઉન્ડ LED હેડલેમ્પ, ટૂ-પીસ સીટ અને શોર્ટ એક્ઝોસ્ટ (સાઇલેન્સર) ડિઝાઈન આપવામાં આવી છે. તો વ્હીલ્સ અને ટાયરની વાત કરીએ તો 16-ઇંચના વ્હીલ્સ સાથે ફ્રન્ટમાં 130-સેક્શન અને રિયરમાં 150-સેક્શનના પહોળા ટાયર મળશે. ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક, રિયરમાં ટ્વિન શૉક એબ્સોર્બર તેમજ ડ્યુઅલ ચેનલ ABS સાથે ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.હોન્ડા રોડસિંક (Honda RoadSync) કનેક્ટિવિટી ધરાવતું ફુલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, જે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સપોર્ટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ