બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / home remedies for heel pain in the morning

ઘરેલૂ ઉપચાર / સવારે ઉઠતા જ પગની એડીમાં દુખાવો અને ચાલવામાં તકલીફ થાય તો આ ઘરગથ્થુ ઈલાજ કરી લો, દવાઓ વિના મટી જશે

Noor

Last Updated: 09:18 AM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટી ઉંમરના લોકોમાં ઘણાં રોગો થવાની શક્યતા રહે છે, તેમાં એક પાનીનો એટલે કે એડીનો દુખાવો પણ છે. આજે તેના માટે બેસ્ટ ઉપાય જાણીએ.

  • મોટી ઉંમરમાં ઘણી તકલીફો થાય છે
  • પગની એડીનો દુખાવો રહેતો હોય તો કરો આ ઈલાજ
  • ઘરે જ આ ઉપાય કરીને દુખાવો મટાડી શકાય છે

આ સામાન્ય જણાતી બાબત જો હદથી વધી જાય તો વ્યક્તિને સહેજ પણ ચાલવામાં ભયંકર પરેશાની થાય છે, એટલે જ શરૂઆતના તબક્કામાં જ તેને ગંભીરતાથી લઈ ડોક્ટરની સલાહ મુજબ ઈલાજ કરાવવામાં બેદરકારી ન દાખવવી. પગની પાની કે એડીનો દુ:ખાવો 40થી 70 વર્ષની વચ્ચેની ઉંમરમાં સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. 

પાનીના દુખાવાનાં લક્ષણો

  • સવારમાં ઊઠીને શરૂઆતમાં થોડાં ડગલાં ચાલવાની સાથે જ પાનીમાં દુખાવો થાય. 
  • એડીમાં બળતરા થાય તથા પાની ઉપર વજન લેતાની સાથે જ અસહ્ય દુખાવો થાય.
  • પાનીમાં નીચેના ભાગમાં દબાણ આપવાથી દુખાવો થાય.

ઘરગથ્થુ ઈલાજ 

  • અતિશય દુ:ખાવો હોય ત્યારે વધારે પડતું ચલાવનું ટાળવું. 
  • પગની કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવાથી પણ આ દુખાવાને દૂર કરી શકાય છે. 
  • સ્વચ્છ કપડાંમાં બરફ લઇ એડીના દુખાવાવાળા ભાગ ઉપર 10થી 15 મિનિટ દિવસમાં ઓછામાં ઓછી બે વાર ઘસવો.
  • યોગ્ય ફિટિંગવાળા તથા પ્રમાણસર પોચાં બૂટ કે ચંપલ પહેરવાં.
  • ઘરમાં ખુલ્લા પગે ચાલવાને બદલે આવા પ્રમાણસર પોચાં સ્લીપર્સ પહેરી રાખવા
  • શરીરનું વજન વધવા દેવું નહીં. સાથે જ ફિઝિયોથેરપીમાં જઈને પણ દુખાવામાં રાહત મેળવી શકાય છે
  • જો ઘરેલૂ ઉપાયો કારગર ન નીવડે તો દર્દીઓને એન્ટિઈન્ફ્લેમેટરી તથા દુખાવામાં રાહત થાય તેવી દવાઓ આપવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ જ આ દવાઓ લેવી જોઈએ. 
  • નવશેકા સરસિયાના તેલમાં હળદર પાઉડર મિક્સ કરીને લેપ બનાવીને દુખાવાવાળા ભાગ પર લગાવવાથી આગામ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies Morning heel pain Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ