- મોઢામાંથી ખરાબ વાસ આવે છે?
- ઘરેલુ ઉપચાર અપાવશે ફાયદો
- ડૉક્ટર પાસે જવાની જરૂર નથી

તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો તેને ઇગ્નોર ન કરશો. ઘણા લોકો ટેમ્પરરી ઇલાજ માટે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તે પરમનન્ટ ઇલાજ નથી. જો આ સમસ્યા ઘણો સમય રહે તો તમારે ડૉક્ટર પાસે જઇને ઇલાજ કરાવવો પડે. જો તમે ઘરેલુ ઉપાય અપનાવવા ઇચ્છતા હોવ તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી.
- લવિંગ અને ઇલાઇચીની પેસ્ટ બનાવો અને દાંતો પર માલિશ કરો બાદમાં કોગળા કરી લો.
- સુકા ધાણા મોઢામાં રાખીને ચાવવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે.
- અજમાને પલાળીને તેનું પાણી પીવો અથવા સામાન્ય સેકીને તેને ચાવવાથી દુર્ગંધથી છુટકારો મળે છે.
- મેથીની ચા પીવાથી પણ ફાયદો થાય છે. મોઢામાં રહેલા બેક્ટેરિયા તેનાથી દુર થાય છે
- એક ગ્લાસ પાણીમાં 2 ચમચી સફરજનનો સિરકો મિલાવીને કોગળા કરવાથી પણ રાહત થાય છે
- તુલસીના પાન ચાવવાથી પણ રાહત થાય છે
- રાત્રે સુતા પહેલા ફટકડીનો ટુકડો અડધા ગ્લાસમાં નાંખીને રાખો. 5 મિનીટ બાજ તેમાંથી ફટકડી કાઢી લો અને પાણીથી કોગળા કરી લો.
- એક ગ્લાસ પાણીમાં થોડુ આદુ ઉકાળી લો અને તેને ઠંડુ કરી લો. તે જ પાણીથી દિવસમાં ત્રણ વાર કોગળા કરો.
- સરસવના તચેલમાં મીઠુ એડ કરીને ગમ મસાજ કરો, જેનાથી મોઢુ સ્વસ્થ થશે અને દુર્ગંધ દુર થશે.
- ગુલાબની તાજી પાંદડીઓને ચાવવાથી કે ગમ પર લગાવવાથી પાયોરીયાની બિમારી દુર થાય છે.
- દાડમની છાલને પાણીમાં ઉકાળીને ચાવવા કે ચુસવાથી દુર્ગંધ દુર થશે.