બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Home Department announced the official rules regarding the relaxation of liquor in Gift City

ગાંધીનગર / ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગૃહવિભાગે SoP કરી જાહેર, દારૂની પરમીટ માટે કોને કયા નિયમ પાળવા ફરજિયાત

Vishnu

Last Updated: 09:58 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય બાદ ગૃહ વિભાગ દ્વાર સત્તાવાર લાયસન્સ અન્ય નિયમો માટે SOP બહાર પાડવામાં આવી છે

  • ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે નિયમો જાહેર
  • વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે
  • લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે

ગૃહ વિભાગ દ્રારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. FL-3 લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમા એપ્લાય કરવાનું રહેશે તેમજ ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. વાઈન એન્ડ ડાઈનમાં લીકર પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે

લાયસન્સ અંગે નિયમો કયા?

ગૃહ વિભાગ ના sop મુજબ ૩ લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે, લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઈનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે, FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા રહેશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્ય માંથી ખરીદી શકશે, 

વધુ વાંચોઃ ગિફ્ટ સિટીમાં દારુની પરમિટવાળા પકડાશે તો શું? છાંટોપાણી કરી શકશે? નશાબંધી ખાતાનો મોટો ખુલાસો

ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ

લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે, જે પછીથી રીન્યુ થઈ શકશે જેની વાર્ષિક ફી એક હજાર રૂપિયા રહેશે, લીકર એક્સેસ ધરાવતી વ્યક્તિ કંપની છોડીને જાય તો તેની પરમીટ રદ્દ થઈ જશે, ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓને ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ આપવામાં આવશે

આમ ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ, દારૂ પીવા અને પરમીટને લઇને ખાસ નિયમોનો ગેજેટમાં ઉલ્લેખ કરાયો છે.જે પ્રમાણે દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારક લીકરની પરમીટ ધરાવતા કે હંગામી પરમિટ ધરાવનારા સિવાય કોઇને દારૂ વેચી કે પરોસી નહીં શકે.એટલું જ નહીં, લાયસન્સ ધારક લીકરનું સંચાલન અન્ય વ્યક્તિઓને નહીં આપી શકે. લીકરની દૂકાન અને હોટેલમાં જ્યાં સીલબંધ દારૂ રાખવામાં આવે તે વિસ્તારમાં સીસીટીવી લગાવવા ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે.અને તમામ લાયસન્સ ધારકોને 3 મહિનાનું રેકોર્ડિંગ ફરજિયાત રાખવું પડશે. હોટેલમાં દારૂ પીરસવાની જગ્યા સામાન્ય જગ્યાથી અલગ બનાવવી પડશે.

આ સાથે લાયસન્સ ધારકોએ વાઇન એંડ ડાઇનની જગ્યાએ સિક્યોરિટી સ્ટાફ પણ રાખવો પડશે. ગેઝેટમાં દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારકોને તમામ વ્યક્તિને પીરસાયેલા લીકરનું બિલ અને માત્રાના પુરાવાઓ રાખવા પડશે.તો લાયસન્સ ધારકોએ સરકારે નિર્ધારિત કરેલા FL-1 લાયસન્સ ધારક પાસેથી જ દારૂ ખરીદી શકશે. વાઇન એંડ ડાઇન વિસ્તારમાં પણ દારૂની બોટલ લઇ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પરમિટ ધારકોને ફક્ત ગ્લાસમાં જ દારૂ અપાશે. બીજી બાજુ દારૂ પીવાની પરમીટ ધરાવનારા વ્યક્તિઓએ પોતે પીધેલા દારૂનું બિલ સંભાળીને રાખવું પડશે. ગિફ્ટ સિટીના તમામ કર્મચારીઓ અને કંપનીઓને પરમિટ માટે રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાને અરજી સાથે વિગતો જમા કરાવવાની રહેશે.

 

 

 

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમોનું લિસ્ટ

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ