ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / What if they get caught with a liquor permit in Gift City?
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી છે જોકે હજુ સુધી તેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડાયું નથી. સત્તાવાર નોટિફિકેશન બહાર પડતાં હજુ એક અઠવાડિયું લાગશે પરંતુ તે પહેલા એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ગિફ્ટ સિટીમાં દારુની છૂટ મળ્યાં બાદ જે લોકો પાસે કાયદેસરની પરમિટ છે તેવા લોકો ખુશ થઈ ઉઠ્યાં હતા કે હાશ હવે ગિફ્ટ સિટીમાં પણ સરકારી ભાવે પીવા મળશે પરંતુ શું ખરેખર દારુની પરમિટવાળા લોકો ગિફ્ટ સિટીમાં જઈને દારુ પી શકશે તેને લઈને સત્તાવાર ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નશાબંધી અને આબકારી વિભાગના એક મોટા અધિકારીએ કહ્યું કે હાલના દારૂની પરમિટ ધારકો નવી છૂટછાટ હેઠળ ગિફ્ટ સિટીમાં પીવા માટે તેનો ઉપયોગ નહીં કરી શકે. તે ઉપરાંત જ્યાં સુધી સરકાર જાહેરનામું બહાર ન પાડે ત્યાં સુધી નવો કાયદો પણ તાત્કાલિક લાગુ નહીં પડે. રાજ્યમાં હાલના પરમિટ ધારકો, જેમ કે હેલ્થ પરમિટ ધારકો, વિઝિટર પરમિટ ધારકો અને ટૂરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારુ નહીં પી શકે.
ગિફ્ટ સિટીમાં પરમિટવાળા દારુ પીતા પકડાશે તો શું થશે
ગુજરાતવાસીઓના અસંખ્ય પ્રશ્નોના નિવારણ માટે રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે 'વારંવાર પૂછાતા પ્રશ્નો'ની યાદી જારી કરી હતી. આ ખુલાસા પ્રમાણે ગિફ્ટ સિટી વિસ્તારમાં નવા કાયદાનો ભંગ કરનારાઓ - પછી તે લાઇસન્સિંગ ઓથોરિટી હોય કે પરમિટ ધારકો, હાલના ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ અન્ય લાગુ કાયદાઓ સાથે કાર્યવાહી કરી શકાય છે.
ADVERTISEMENT
દારુ છૂટનો સત્તાવાર ઠરાવ હજુ બહાર પડાયો નથી
ગિફ્ટ સિટીની હદમાં 'વાઇન એન્ડ ડાઇન'ની સુવિધા પૂરી પાડતી હળવી દારૂબંધીની નીતિ અંગે રાજ્ય સરકારે હજી સુધી સત્તાવાર સરકારી ઠરાવ બહાર પાડ્યો નથી, પરંતુ એક અઠવાડિયામાં ઠરાવ બહાર પડી જાય તેવી ધારણા છે તેવું નશાબંધી ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.
દારુ પીને ગિફ્ટ સિટીની બહાર નીકળતાં લોકોએ દેખાડવી પડશે પરમિટ
દારૂ પીધા પછી ગિફ્ટ સિટીની હદમાંથી બહાર નીકળતા લોકોએ તેમની પરમિટ હાથમાં અને પોતાની સાથે રાખવી પડશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે જવાબદાર ઓથોરિટીને આપવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો