ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Hitu kanodia shared video of Naresh kanodia
Last Updated: 06:55 PM, 4 April 2024
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયાના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. ગુજરાતી ફિલ્મોને અલગ ઉંચાઈએ પહોંચાડનાર મહેશ-નરેશની જોડીમાંના નરેશ કનોડિયાના પુત્ર એવા હિતુ કનોડિયા પોતે પણ ગુજરાતી ફિલ્મોમાં જબરજસ્ત લોકપ્રિય થયા છે. હિતુ કનોડિયાની ફિલ્મો અર્બન અને રુરલ બંને વિસ્તારોમાં ધૂમ મચાવે છે. તેમાંય છેલ્લા કેટલાક સમયમાં આવેલી તેમની ફિલ્મ વશ, કમઠાણ, નાસૂરમાં તેમનો અભિનય જબરજસ્ત વખણાયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મોને જીવાડનાર, કરોડો ચાહકોના લોકપ્રિય એવા નરેશ કનોડિયાના પુત્ર છે. હિતુભાઈ અવારનવાર પિતાને યાદ કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં હિતુ કનોડિયા તેમના પત્ની મોના થીબા, ક્યુટ પુત્ર રાજવીર અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા દેખાઈ રહ્યા છે.
જુઓ વીડિયો
ADVERTISEMENT
ADVERTISEMENT
હિતુ કનોડિયાએ શૅર કરેલા આ વીડિયોમાં તેમનો પરિવાર આનંદ-ઉત્સાહથી ખુશીઓ મનાવતો દેખાઈ રહ્યો છે. હિતુભાઈએ શૅર કરેલો આ વીડિયો એપ્રિલ 2020ના ગાળાનો છે. તેમણે પોતાના પિતા નરેશ કનોડિયાની યાદમાં આ વીડિયો શૅર કર્યો છે, અને વીડિયોમાં લખ્યું છે કે,'Miss You Papa'. પિતાને યાદ કરતા આ શબ્દો તેમણે વીડિયોના કેપ્શનમાં પણ લખ્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હિતુ કનોડિયા તેમના પિતા નરેશ કનોડિયાની ખૂબ નજીક હતા. કોરોનાકાળમાં ઓક્ટોબર 2020માં ગુજરાતી ફિલ્મોના સ્ટાર એવા નરેશ કનોડિયાનું નિધન થયું હતું. જેનાથી ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોરોના પોઝિટિ આવ્યા બાદ નરેશભાઈની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. 77 વર્ષની વયે નરેશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.