બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Vikram Thakore said biopic on his life will be made
Last Updated: 06:36 PM, 22 March 2024
ભાગ્યે જ કોઈ એવું હશે, જે વિક્રમ ઠાકોરને ન ઓળખતું હોય. વિક્રમ ઠાકોરની ફિલ્મો જ્યારે થિયેટરમાં રિલીઝ થાય, ત્યારે થિયેટર્સ મેળામાં ફેરવાઈ જતા હોય છે. તેમના નામે બોક્સઓફિસ છલકાય છે. ગાયકમાંથી હીરો બનેલા વિક્રમ ઠાકોર આજના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છે. અત્યાર સુધી તેમની 30 કરતા વધારે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, અને મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રીસે ત્રીસ ફિલ્મોમાં તેમનું નામ વિક્રમ ઠાકોર જ છે. જે કદાચ વર્લ્ડ રેકોર્ડ છે.
ADVERTISEMENT
હાલ વિક્રમ ઠાકોર તેમની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ સોરી સાજણાનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રિનલ ઓબેરોય છે. લાંબા સમય બાદ વિક્રમ ઠાકોર રોમેન્ટિક રોલમાં દેખાઈ રહ્યા છે, જેથી ચાહકોને પણ મજા આવી રહી છે. જો કે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન ખુદ વિક્રમ ઠાકોરે VTVGujarati.com સાથેની ખાસ વાતચીતમાં પોતાની બાયોપિક અંગે ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિક્રમ ઠાકોરે સોરી સાજણાના પ્રમોશન દરમિયાન VTVGujarati.com સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું છે કે તેમના જીવન પર ફિલ્મ જરૂર બનશે. જો કે, આ ફિલ્મ ક્યારે બનશે અને કોણ તેમાં લીડ રોલ કરશે, તેવા સવાલના જવાબમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે એ તો સમય આવ્યે જ ખબર પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વિક્રમ ઠાકોરની સુપરસ્ટાર બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી છે. તેઓ પોતે જુદા જુદા ઈન્ટરવ્યુમાં સ્વીકારી ચૂક્યા છે કે એક સમયે તેઓ ઢોર ચરાવતા હતા અને તેમની પાસે વાંસળી લેવાના પણ પૈસા નહોતા. જો કે મહેનત અને ટેલેન્ટના જોરે તેમણે વાંસળી વગાડવાથી શરૂઆત કરી, બાદમાં ગાયક બન્યા અને આજે તેમનું નામ ગુજરાતના ઘરેઘરમાં જાણીતું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.