બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Kasoombo producer twinkle bava exclusive interview
Last Updated: 01:39 PM, 27 January 2024
ગુજરાતી ફિલ્મો શાનદાર બની રહી છે. ટિપિકલ ફેમિલી કોમેડી ફિલ્મોની સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેકર્સ નવા નવા જેનર પણ ટ્રાય કરી રહ્યા છે, તો કેટલાક મેકર્સ ગુજરાતી ફિલ્મોને નવા અને ઉંચા સ્તર પર લઈ જવા માટે પણ કામ કરી રહ્યા છે. જો કે તેમ છતાંય ગુજરાતી ફિલ્મો વિશે આપણા સૌના મનમાં સંખ્યાબંધ સવાલો છે. જેમ કે ફિલ્મ કેવી રીતે બને? ફિલ્મ હિટ કે ફ્લોપ ક્યારે ગણાય? ફિલ્મ બનાવતા સમયે શું શું પ્રોસેસ હોય? એક્ટર બનવું હોય તો શું કરવું પડે?
ADVERTISEMENT
વાત જોખમ લેનાર મહિલા પ્રોડ્યુસરની
તો આ બધા જ સવાલોના જવાબ મેળવવા માટે અમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક એવા પ્રોડ્યુસર સાથે વાત કરી જેમના નામે મોન્ટુની બિટ્ટુ, પ્રેમજી, 21મુ ટિફિન જેવી સફળ અને એવોર્ડ વિનિંગ ફિલ્મો બોલે છે. ટ્વિંકલ બાવા ફિલ્મો તો પ્રોડ્યુસ કરે જ છે, સાથે સાથે ફિલ્મોમાં કોસ્ચ્યુમ પણ ડિઝાઈન કરે છે. ત્યારે અમે તેમની સાથે ફિલ્મો વિશે, આવનાર ફિલ્મ કસૂંબો વિશે ફિલ્મ મેકિંગની પ્રોસેસ અને તેમની વિજયગિરી બાવા સાથેની લવસ્ટોરી વિશે પણ વાત કરી છે. આ બધી જ વાત તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શક્શો.
ADVERTISEMENT
ફિલ્મો બનાવવા ઘર ન બનાવ્યું
અમારી સાથેની વાતચીતમાં ટ્વિંકલ બાવાએ ઘણી રસપ્રદ વાતો કરી છે અને ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. જેમ કે, વિજયગિરી ફિલ્મોઝના પ્રોડ્યુસર ટ્વિંકલ અને ડિરેક્ટર વિજયભાઈએ આજ સુધી પોતાનું ઘર નથી બનાવ્યું. ટ્વિંકલ બેનનું માનવું છે કે ઘર બનાવવાના પૈસા હું ફિલ્મો બનાવવામાં રોકીશ. ફિલ્મો મારું સપનું છે, જે હું નહીં હોઉં ત્યારે પણ મને ફિલ્મોથી જ યાદ રખાશે.
વધુ વાંચો: 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ
ADVERTISEMENT
કેવી રીતે થઈ લવ સ્ટોરીની શરૂઆત?
તો એક રસપ્રદ વાત એ પણ છે કે ટ્વિંકલ અને વિજયગિરી એક જ ક્લાસમાં 3 વર્ષથી હતા, પરંતુ ઓળખાણ થતા લાંબો સમય નીકળી ગયો. તેમની આ લવસ્ટોરીની વાત, વિજયભાઈએ પ્રપોઝ કર્યું અને શું કંડિશન મૂકી તેની વાત પણ આ પોડકાસ્ટમાં ટ્વિંકલ બેને કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.