બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / These Gujarati films will entertain you in 2024, see the list of much awaited films

મનોરંજન / 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ

Megha

Last Updated: 12:14 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્રમ ઠાકોરથી લઈને મલ્હાર ઠાકર સુધીના આપણા ગુજરાતી સ્ટાર્સ 2024માં ધૂમ મચાવવા તૈયાર છે. જુઓ, 2024માં કઈ કઈ ગુજરાતી ફિલ્મો તમારી રાહ જોઈ રહી છે.

  • વિક્રમ ઠાકોરની ફિલ્મ પણ થશે રિલીઝ
  • માર્ચમાં મલ્હાર ઠાકર કરાવશે મજા
  • ફિલ્મ મચ્છુ પણ થશે રિલીઝ 

જો તમે ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન છો, તો 2024 તમારા માટે શાનદાર રહેવાનું છે. આ વર્ષે એકથી એક ચડિયાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેની શરૂઆત યશ સોની સ્ટારર ડૅની જિગરથી થશે, અને પછી તો યાદી ઘણી લાંબી છે. પણ, તમારું કામ સરળ બનાવવા અમે આ આર્ટિકલમાં તમને બધી જ ફિલ્મોની એક સાથે માહિતી આપી રહ્યા છીએ.   

ડૅની જિગર
ગત વર્ષ નાડીદોષ અને રાડો જેવી હિટ ફિલ્મ આપનાર યશ અને ડિરેક્ટર કેડીની જોડી આ ફિલ્મ લઈને આવી રહી છે. જેના બંને ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં યની સાથે, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન ધૈયા, પ્રેમ ગઢવી, રાહુલ રાવલ, હેતલ પુનાવાલા, રાજન ઠાક્કર તેમજ ઓમ ભટ્ટ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે. 

મુક્તિઘર
જાન્યુઆરી મહિનામાં જ 12 તારીખે 'મુક્તિઘર' ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે જેના દિગ્દર્શક ભાવિન ત્રિવેદી છે. આ ફિલ્મમાં રાગી જાની સહિતના કલાકારો જોવા મળશે.

ઈટ્ટા-કિટ્ટા
2023માં હેન્ડસમ એક્ટર રોનક કામદાર ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. આ વર્ષે પણ તેઓ ઈટ્ટા-કિટ્ટા ફિલ્મ લઈને આવી રહ્યા છે. 19 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને અભિન અને મંથને ડિરેક્ટ કરી છે. જેમાં રોનકની સાથે મનાસી પારેખ લીડ રોલમાં જોવા મળશે. 

વાંચવા જેવુ: હિતેનકુમારને કરવું છે આ કામ, તો ગુજજુભાઈએ નક્કી કરી લીધા છે પોતાના ટાસ્ક, જાણો મયુર ચૌહાણ, પૂજા જોશી અને કિંજલ રાજપ્રિયાના શું છે રિઝોલ્યુશન

કમઠાણ
જો તમે વાંચવાના શોખીન છો, તો આ નામ અજાણ્યું નહીં હોય. લેખક અશ્વિની ભટ્ટની નવલકથાના આધારે અભિષેક શાહ આ જ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. કમઠાણ 2 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, સંજય ગોરાડિયા, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા જોવા મળશે.

કસુંબો
આ ફિલ્મ ઓલરેડી સોશિયલ મીડિયા ગજાવી ચૂકી છે, જેને કારણે દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિજયગિરી બાવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર સહિતના ટેલેન્ટેડ કલાકારોની ટીમ છે. કસુંબો   ફેબ્રુઆરી મહિનાની 16 તારીખે ફિલ્મ કસુંબો રીલીઝ થશે.

વેનિલા આઈસક્રીમ
તો મલ્હાર ઠાકરના ફેન્સ માટે પણ ટ્રીટ તૈયાર છે. ગત વર્ષે અનાઉન્સ થયેલી તેમની વેનિલા આઈસક્રીમ ફિલ્મ 1 માર્ચે રિલીઝ થવાની છે. જેમાં મલ્હારની સાથે યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ જોવા મળશે. 

ઝૂંપડપટ્ટી
આ ફિલ્મ 8 માર્ચના રોજ થિયેટરમાં એન્ટ્રી કરશે. પાર્થ ભટ્ટ ડિરેક્ટેડ આ ફિલ્મમાં ભાવિની ગાંધી સહિતના કલાકારો જોવા મળવાના છે. 

31st
જી હાં, આ જ ફિલ્મનું નામ છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. જેની તારીખ હજી જાહેર નથી થઈ. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર અને પરિક્ષિત તામલિયા જેવા સ્ટાર્સ જોવા મળશે. 

ફાટી ને
ફૈઝલ હાશ્મીની આ હોરર કોમેડી ફિલ્મ 19 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. જેમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સહિતના કલાકારોની જબરજસ્ત ટીમ છે. આ ફિલ્મના કેટલાક પાર્ટનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે.   

 

 

તો આ તો હજી માત્ર પહેલા 3 મહિનાની જ વાત થઈ. ગુજરાતી દર્શકોને બીજી પણ કટેલીક જબરજસ્ત ફિલ્મો જોવા મળવાની છે. જેમાં રિશીલ જોશીની 'નાસૂર', કેતન રાવલ અને વિશાલ વડાવાલાની ફિલ્મ 'રામ ભરોસે', નિલેશ ચોવટીયાની 'રણભૂમિ', ધ્વનિ ગૌતમની 'ડાયરો'   હરેશ પટેલની 'ઈશ્વર ક્યાં??', વિશાલ વડાવાલા ની 'સમંદર', ધર્મેશ શાહ અને જીતુ પંડયાની વિક્રમ ઠાકોર સ્ટારર 'સોરી સાજણા', નિશીથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શીત, હીતેનકુમાર અભિનીત 'ચુપ', ફિલ્મ 'મચ્છુ'   જેવી મચ અવેઈટેડ ફિલ્મો સામેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ