બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / New Year Resolutions of Gujarati Celebrities, know the resolution of Siddharth Randeria,Hitenkumar, Mayur Chauhan, Pooja Joshi Kinjal Rajpriya

VTV Special / હિતેનકુમારને કરવું છે આ કામ, તો ગુજજુભાઈએ નક્કી કરી લીધા છે પોતાના ટાસ્ક, જાણો મયુર ચૌહાણ, પૂજા જોશી અને કિંજલ રાજપ્રિયાના શું છે રિઝોલ્યુશન

Published By: Megha

Last Updated: 02:46 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો, સિદ્ધાર્થ રાંદેરિયા આગામી વર્ષે શું કરશે અને કઈ નવી ફિલ્મ આપશે, તો હિતેનકુમારે તેમની 33 વર્ષ જૂની કઈ આદત છોડી દીધી છે. મયુર ચૌહાણ, પૂજા જોશી અને કિંજલ રાજપ્રિયાનો 2024નો પ્લાન પણ શાનદાર છે.

  • ગુજરાતી ફિલ્મોના સેલેબ્રિટીઝના ન્યુ યર 2024ના રિઝોલ્યુશન શું છે? જાણો 
  • મારી 33 વર્ષની સિગરેટની આદત હવે બિલકુલ છૂટી ગઈ છે.. - હિતેન કુમાર
  • મેં 2024ની ડાયરી ભરવાનું શરૂ કરી દીધું છે - ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયા

વર્ષ 2024....નવું વર્ષ જીવનમાં ઘણા નવા કામ અને પરિવર્તન લાવે એવું આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. નવા વર્ષના પહેલા દિવસે લગભગ લોકો જીવનમાં શું બદલવું કે શું નવું શરૂ કરવું, તેના વિશે નિર્ણય લેતા હોય છે, જેને ન્યુ યર રિઝોલ્યુશનનું નામ આપવામાં આવ્યું છે. લોકો એમના જીવનની પરિસ્થિતિ મુજબ ન્યુ યર રિઝોલ્યુશન લે છે જેમાં કોઈ નવા વર્ષથી ફિટ રહેવાનું તો કોઈ ખુશ રહેવાનું, કોઈ વધુ મહેનત કરવાનું કે કોઈ કામનો લોડ ઓછું કરવા માંગે છે. 

hiten kumaar

વાંચવા જેવુ: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બોલિવૂડના આ ફેમસ એક્ટરે કેમ માંગી માફી? કહ્યું હું પણ એ જ હિન્દુઓમાં હતો જે...

33 વર્ષની સિગરેટની આદત હવે બિલકુલ છૂટી ગઈ છે... 
સામાન્ય માણસોની જેમ આપણી ગુજરાતી ફિલ્મોના સેલેબ્રિટીઝ પણ આ ન્યુ યરમાં અલગ અલગ રિઝોલ્યુશન લેવાના છે. VTV સાથે ખાસ વાત કરતાં ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર સાથે એમના રિઝોલ્યુશન વિશે વાત કરી ત્યારે એમને કહ્યું કે, 'લાસ્ટ યરનું મારું રિઝોલ્યુશન સફળ રહ્યું, મેં સિગરેટ છોડવાનો નિર્ણય કર્યો હતો, અને મારી એ 33 વર્ષની આદત હવે બિલકુલ છૂટી ગઈ છે. એ જ રીતે આ વર્ષે રિઝોલ્યુશન એ છે કે હું મારા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવા માંગુ છું અને મારા પરિવાર સાથે સમય પૂરતો સમય વિતાવવા માંગુ છું. સાથે જ 3-4 ફિલ્મો પર કામ કરવાનો છું.' 

siddharth randeria 

મેં 2024ની ડાયરી ભરવાનું શરૂ કરી દીધું છે. 
આપણાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ એમના રિઝોલ્યુશન વિશે વાત કરતાં કહ્યું કે, 'કલાકાર માટે નવા વર્ષે શું હોય કે હવે નવા વર્ષે, નવું કામ. મેં ઓલરેડી 2024ની ડાયરી ભરવાનું શરૂ કરી દીધું છે. ખાસ આ વર્ષે મારી તબિયત પાછળ ધ્યાન આપવું છે. સાથે જ સૌથી મોટી વાત એ છે કે 2024માં ગુજ્જુભાઈ-3 શૂટ કરીને રીલીઝ કરવી છે.’ 

mayur chauhan

2023માં થયેલ ભૂલોને 2024માં ફરી રિપીટ કરવા નથી માંગતો 
ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અભિનેતા મયુર ચૌહાણ aka માઇકલે એમના રિઝોલ્યુશન વિશે વાત કરતાં કહ્યું કે, 'વર્ષ 2023માં થયેલ મારી ભૂલોને હું 2024માં ફરી રિપીટ કરવા નથી માંગતો. સાથે જ 2024માં હું વધુ ફિટ થવા ઈચ્છુ છું.' 2024ના પ્લાન્સ વિશે વાત કરતાં મયુરે કહ્યું કે, 'સિનેમાના માધ્યમથી મારે ગુજરાતી ઓડિયન્સને અલગ અલગ રીતે ખૂબ મજા કરાવવી છે. વર્ષ 2024માં હું મારા દર્શકોને અખંડ મોજ કરાવવા માંગુ છું. હું ગુજરાતી થાળીમાં જેવી મજેદાર વાનગીઓ હોય તેવી મજેદાર ફિલ્મો હું દર્શકોને આપવા માંગુ છું.' 

kinjal rajpriya

જીવનના જે વળાંક પર જરૂર પડે ત્યારે રિઝોલ્યુશન લઈ લઉં છું.
ગોર્જિયસ ગર્લ કિંજલ રાજપ્રિયાને જ્યારે અમે પૂછ્યું કે તમારું વર્ષ 2024નું રિઝોલ્યુશન શું છે? તો એમને કહ્યું કે, 'હું નવા વર્ષના રિઝોલ્યુશનમાં નથી માનતી. જીવન જેમ લઈ જાય છે, એમ ચાલુ છું અને જીવનના જે વળાંક પર જેવી જરૂર પડે તેવા રિઝોલ્યુશન લઈ લઉં છું. પરંતુ 2024માં હું દર્શકોને કઇંક નવું આપવા માંગુ છું. આવતા વર્ષમાં હું અત્યાર સુધી જે કામ કરતી હતી તેનાથી કઇંક નવું અને રસપ્રદ કામ કરવા જઈ રહી છું. 2023 મારા માટે ખૂબ સારું વર્ષ રહ્યું છે અને આવનાર વર્ષમાં મેં વિચાર્યું છે કે હું વધુ જવાબદાર બનવા માંગુ છું અને શક્ય એટલું બીજા માટે આવકનો સ્ત્રોત બનવા માગું છું. 

puja joshi

વધુ વાંચવા અને શક્ય એટલું ટ્રાવેલ કરવા માંગુ છું
તો આપણા ક્યુટ એક્ટ્રેસ પૂજા જોશીનું ફોકસ નવા વર્ષે ઘણું બધું વાંચવા પર છે. પૂજાનું કહેવું છે કે, 'મને વાંચવાનો ઘણો શોખ છે અને આ આવનાર વર્ષમાં હું વધુને વધુ વાંચવા માંગુ છું, સાથે જ શક્ય એટલું ટ્રાવેલ કરવા માંગુ છું. આ ઉપરાંત હું ફિટનેસ તરફ વધુ ધ્યાન આપીશ.વર્ષ 2023 મારા માટે ખૂબ સારું રહ્યું છે અને હું ઈચ્છું છું કે આવનાર વર્ષ 2024 તેનાથી પણ વધુ સારું રહે.' 

તો આવનાર વર્ષ માટે આપણાં ગુજરાતી સેલેબ્રિટીઝના કઇંક આવા રિઝોલ્યુશન છે, તમે વર્ષ 2024 માટે કેવા રિઝોલ્યુશન લેવા માંગો છો? જરૂર જણાવજો..

 

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive vtv special કિંજલ રાજપ્રિયા ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા ન્યુ યર રિઝોલ્યુશન પૂજા જોશી મયુર ચૌહાણ હિતેનકુમાર Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ