બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Why did Bollywood actor Ranvir Shorey apologize before the inauguration of Ram Mandir? Said I was also among the same Hindus who
ADVERTISEMENT
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પરંતુ આના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શૌરીએ માફી માંગી છે અને અયોધ્યા એમ જ ભગવાન રામને લઈને એવી વાત કહી કે દરેકને આશ્ચર્ય થયું છે.
I was one of the many Hindus who were willing to sacrifice the temple at #Ayodhya, and have a monument or hospital in its place, just so we can end this long standing conflict between the communities. Today I feel ashamed that I was willing to sacrifice righteousness at the altar…
— Ranvir Shorey (@RanvirShorey) December 30, 2023
ADVERTISEMENT
વાત એમ છે કે રણવીર શૌરીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર તેની પહેલાની ધારણા કે વિચારને લઈને માફી માંગી છે. અગાઉ તેઓ આ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે તેવું ઈચ્છતા હતા. પરંતુ હવે રણવીર શૌરીએ તેના આ વિચાર પર માફી માંગી છે.
ADVERTISEMENT
રણવીર શૌરીએ લખ્યું, "હું તે હિન્દુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં મંદિર બનાવવાને બદલે સ્મારક અથવા હોસ્પિટલ બનાવવા માટે સંમત થયા હતા, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી શકાય."આજે મને શરમ આવે છે કે હું શાંતિ માટે સદાચારનું બલિદાન આપવા તૈયાર હતો. મને શરમ આવે છે કે હું મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઉભો નહતો રહ્યો.''
વાંચવા જેવુ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
આગળ એમને લખ્યું કે, 'હું ભગવાન રામને ભવિષ્ય માટે ક્ષમા અને શાણપણ માટે પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું છું કે ધર્મ આપણી આ મહાન ભૂમિમાં કાયમ ટકી રહે અને તેની સાથે ભારતના તમામ લોકો માટે કાયમી શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય શ્રી રામ."
ફેન્સ અને સેલેબ્સે રણવીરની હિંમતની પ્રશંસા કરી હતી રણવીર શોરીની આ પોસ્ટને ફેન્સ અને સેલેબ્સ તરફથી ઘણી કોમેન્ટ્સ મળી છે. કંગના રનૌતને રણવીરની પોસ્ટને લાઇક કરી છે અને અનુપમ ખેરે કોમેન્ટમાં 'જય શ્રી રામ' લખ્યું. ચાહકોએ કહ્યું કે ભગવાન શ્રી રામની છાયામાં આવવામાં હજુ મોડું નથી થયું. આ રીતે દુનિયા સમક્ષ કબૂલાત કરવા માટે હિંમતની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.