બ્રેકિંગ ન્યુઝ
VTV / history of ahmedabad's first heritage restaurant chandravilas
Last Updated: 05:15 PM, 29 October 2021
ADVERTISEMENT
કેવી રીતે થઇ શરૂઆત?
ચંદ્રવિલાસ 120 વર્ષ જૂની હોટલ છે અને તેની શરૂઆત માત્ર ચાથી થઇ હતી. ત્યાંની ચા એટલી વખણાતી કે લોકો સ્પેશ્યલ ચા પીવા માટે દૂર દૂરથી આવતાં હતા. એક દિવસમાં લગભગ 18000 કપ ચા વેચાતી હતી. ચા જલ્દી બની જાય તેના માટે એક મોટી કિટલીમાં ગરમ પાણી ભરીને રાખતા હતાં જેથી તે ચાનું નામ લાયબંબાવાળી ચા પડ્યું હતું. લોકો કહેતા કે લાયબંબાવાળી ચા પીવા જઇએ.

ADVERTISEMENT
ચાથી ફાફડા સુધીની સફર
ચા તો ફેમસ થઇ જ ગઇ પરંતુ પછી આગળ વિચાર્યું કે, બીજું કંઇ પણ શરૂ કરીએ. ત્યારે ફાફડા વેચાણની શરૂઆત કરી હતી. ફાફડાની સાથે સાથે કઢી પણ ખુબ ખવાય છે અને ચંદ્રવિલાસમાં જે લોકો આવતાં તેમને કઢી ખુબ પ્રિય હતી માટે તે સમયના ઓનરે એક પાઇપવાળું પાત્ર બનાવ્યું અને તેના નીચે તે સમયમાં ટ્રોલી બનાવી. તે ટ્રોલીને લઇને આખી હોટલમાં ફરતાં અને લોકોને કઢી પીરસતાં હતા.

ADVERTISEMENT
ચંદ્રવિલાસે પાડ્યો ફાફડા જલેબીનો ટ્રેન્ડ
ફાફડા અને ચા બાદ, ફાફડા અને જલેબીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. ફાફડા તેમજ જલેબી તો લોકો અલગ અલગ ખાતા જ હતા પરંતુ બંને સાથે ખાઇ શકાય, આ કોમ્બિનેશન આટલું સરસ લાગે તેની શરૂઆત ચંદ્રવિલાસે કરી હતી. તે સમયે કોઇ વિજ્યાદશમી પર ફાફડા જલેબી નહોતું ખાતું પરંતુ ચંદ્રવિલાસના આ ટ્રેન્ડથી લોકોએ પણ વિજ્યાદશમી પર ફાફડા જલેબી ખાવાની શરૂઆત કરી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. તે સમયે કહેવાતું હતું કે જો ચંદ્રવિલાસના ફાફડા જલેબી દશેરાના દિવસે ખાવા મળી જાય તો અહોભાગ્ય.

ADVERTISEMENT
પહેલી ગુજરાતી થાળી પણ ચંદ્રવિલાસના નામે
ચંદ્રવિલાસના માલિકે જણાવ્યું કે, ગુજરાતી થાળી આપણે કોઇ પણ હોટલમાં જઇએ તો જોવા મળે છે પરંતુ ગુજરાતમાં ગુજરાતી થાળી શરૂ કરવાનો શ્રેય પણ ચંદ્રવિલાસને જાય છે તેવો તેમણે દાવો કર્યો છે. તે સમયે એક મોટો પાપડ પીરસવામાં આવતો હતો. આજે પણ લોકો તેને યાદ કરે છે કે તે પાપડ હજુ પણ પીરસવામાં આવે છે કે નહી.

ADVERTISEMENT
સેલેબ્સની પ્રિય જગ્યા
હું અમદાવાદનો રિક્ષાવાળો... આ ગીત કદાચ જ કોઇએ નહીં સાંભળ્યું હોય. તે ગીતમાં ચાર લાઇન ચંદ્રવિલાસ હોટલને લઇને લખાઇ છે. સાથે જ ગાંધીજી, કિશોર કુમાર, અમિતાભ બચ્ચન, સરદાર પટેલ જેવા લોકો પણ ચંદ્રવિલાસની મુલાકાત લઇ ચૂક્યા છે.
ADVERTISEMENT

150 વર્ષ જૂની અખંડ જ્યોત
ચંદ્રવિલાસ 4 માળની હોટલ હતી પરંતુ આગ લાગતા તેના ઉપરના ત્રણ માળ બળીને ખાખ થઇ ગયા હતા પરંતુ એવું માનવામાં આવે છે કે આ જ્યોત ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાના કારણે તે ફ્લોર બચી ગયો હતો. આજે પણ તે જ્યોત ચંદ્રવિલાસમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.