ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Hindustan Zinc Rs 10,000 crore plant will set up in tapi Gujarat

રોજગારી / હિન્દુસ્તાન ઝિંક લીમીટેડ ગુજરાતમાં 10 હજાર કરોડનો ઝિંક પ્લાન્ટ નાખશે, 5000 સ્થાનિકોને નોકરી

Published By: Gayatri

Last Updated: 11:00 AM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટે ગુજરાત સરકાર અને વેદાન્તા ગ્રૂપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં આ ઝિંક પ્લાન્ટથી અહીના આદિવાસી વિસ્તારનો વિકાસ વધુ વેગવાન બનશે.

ADVERTISEMENT

  • નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ
  • હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગારી
  •  હિન્દુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઝિંક લીડ માઇનર કંપની 

વેદાન્તા ગ્રૂપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટમાં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગ્રૂપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે.

પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગારીનો અવસર

કંપનીના વડા અનિલ અગ્રવાલે જણાવ્યુ કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. ગુજરાત સરકારના પ્રોત્સાહનથી MoUની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.  ૩૦૦ KTPAની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગારીનો અવસર મળશે.  ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી

  હિન્દુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઝિંક લીડ માઇનર કંપની 

  •     હિન્દુસ્તાન ઝિંક રૂ.10 હજાર કરોડના ખર્ચ નવો ઝિંક પ્લાન્ટ સ્થાપશે
  •     આ પ્લાન્ટથી પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગારીનો અવસર તેમજ 25 હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આધાર મળશે
  •     હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો MoU થયાના 36 મહિનામાં કાર્યરત થઇ જશે.
  •     રાજ્યમાં નિર્માણ થયેલ કાર્યક્ષમ અને અત્યાધુનિક ઔદ્યોગિક ઈકોસીસ્ટમનો લાભ કંપનીને પ્રાપ્ત થશે
  •     સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થપાશે

નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ

રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Hindustan zinc Tapi ઝીંક તાપી હિન્દુસ્તાન ઝિંક business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ