બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / highest student suicide ratio in Gujarat NCRB 2016
ADVERTISEMENT
વિદ્યાર્થીઓના આપઘાત મામલે NCRBના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં NCRB 2016ના રિપોર્ટ મુજબ કુલ 7735 લોકોએ આપઘાત કર્યો છે જેમાંથી 556 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. દેશમાં 2016ના વર્ષમાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓના આપઘાત કર્યો છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. જ્યારે ગુજરાત પણ ટોપ સિક્સમાં છઠ્ઠા નંબર પર છે.
શિક્ષણ વ્યવસ્થામાં છે ખામી?
ADVERTISEMENT
માત-પિતા બાળકોને ભણાવવા પાછળ પોતાની જીવન મૂડી ખર્ચી નાંખતા હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે વિદ્યાર્થીઓનું જીવન કઈ દિશા તરફ જઈ રહ્યુ છે. આશાસ્પદ જીવનદીપ ઉગતા પહેલા જ બુઝાઈ જાય છે. વારંવાર બદલાતી સેમેસ્ટર સિસ્ટમ, પરીક્ષા પઘ્ઘતિઓ, પરીક્ષામાં ચાલતી ગફલતો પણ વિદ્યાર્થીઓનું જીવન છીનવી લેવા માટે ક્યાંકને ક્યાંક જવાબદાર છે. ભાર વિનાના ભણતરની ખાલી વાતો જ થતી હોવાની પોલ આ આંકડાઓએ ખોલી નાંખી છે.
કેટલા વિદ્યાર્થીઓએ કર્યો આપઘાત
ADVERTISEMENT
ગુજરાતમાં વર્ષ 2016માં 556 વિદ્યાર્થીઓના આપઘાત કર્યો છે જેમાંથી 301 વિદ્યાર્થીઓ અને 255 વિદ્યાર્થિનીઓના આપઘાત કર્યો હતો. પરીક્ષામાં નિષ્ફળતા, પારિવારિક પ્રશ્નો સહિતના આપઘાતના કારણો જાણવા મળ્યા હતા.
ADVERTISEMENT
| રાજ્ય | આંકડો |
| મહારાષ્ટ્ર | 1350 |
| પશ્ચિમ બંગાળ | 1147 |
| તમિલનાડુ | 981 |
| મધ્યપ્રદેશ | 843 |
| છત્તીસગઢ | 633 |
| ગુજરાત | 556 |

ADVERTISEMENT
વિદ્યાર્થીઓના આત્મહત્યાના કારણો
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.