બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Heres a List of the Most Significant Contributions to the PM CARES Fund

ફંડ / PM Caresમાં જુઓ સૌથી વધુ કોણે-કોણે ફંડ આપ્યું, RTIમાં માહિતી આવી સામે

Published By: Shalin

Last Updated: 05:57 PM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM CARES ફંડને પબ્લિક ઓથોરિટી ન હોવાથી તે RTI એક્ટ હેઠળ આવતું નથી. જો કે આ ફંડમાં અલગ અલગ સરકારી સંસ્થાના કર્મચારીઓના પગારમાંથી મોટા પ્રમાણમાં ભંડોળ મળ્યું છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસે કરેલી RTIના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પણ તેમના પગારમાંથી મોટા પ્રમાણમાં ભંડોળ આપ્યું છે. 

નોંધનીય છે કે PM CARES ફંડ માર્ચ 27, 2020માં સ્થાપવામાં આવ્યું હતું. તેને કોરોના મહામારીના ડિઝાસ્ટર રિલીફ ફંડ તરીકે ઉભું કરવામાં આવ્યું હતું. આ ફંડને મેનેજ કરતા PMOએ આ ફંડની વધુ વિગતો આપવાનો ઇન્કાર કરી દેતા કહ્યું હતું કે આ ફંડ RTI એક્ટ હેઠળ આવતું નથી કારણ કે આ પબ્લિક ઓથોરિટી નથી. 

માર્ચ 31 પ્રમાણે PM CARES ફંડ પાસે 3076 કરોડ રૂપિયા હતા જેમાંથી 3075.85 કરોડ રૂપિયા વોલન્ટરી કન્ટ્રીબ્યુશન એટલે કે સ્વૈચ્છીક યોગદાન ગણાવવામાં આવ્યા હતા. 

આ સંસ્થાઓએ સૌથી વધુ યોગદાન આપ્યું છે 

ઇન્ડિયન એરફોર્સ 

ઇન્ડિયન એક્સપ્રેસની RTIની પ્રતિક્રિયામાં જાણવા મળ્યું હતું કે ભારતીય વાયુસેનાએ PM CARESમાં 29.18 કરોડ જેટલું યોગદાન કર્યું હતું. તેમણે એપ્રિલમાં 25.03 કરોડ, મેમાં 75.24 લાખ, જૂનમાં 1.08 કરોડ, જુલાઈમાં 73.93 લાખ, ઓગસ્ટમાં 61.18 લાખ, સપ્ટેમ્બરમાં 50.27 લાખ અને ઓક્ટોબરમાં 46.70 લાખનું યોગદાન કર્યું હતું.

ભારતીય નેવી 

ઇન્ડિયન નેવીએ એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે 16.77 કરોડ જેટલું યોગદાન કર્યું હતું. આ પૈકી 12.41 કરોડ તેમના અધિકારીઓ પાસેથી અને 4.36 કરોડ તેના સિવિલિયન કર્મચારીઓ પાસેથી યોગદાન રૂપે મેળવાયા હતા. 

ભારતીય સેના 

ભારતીય સેનાએ આ ફંડમાં 157.71 કરોડનું યોગદાન મેળવ્યું છે. ADG PI (additional directorate general of public information)એ આ માહિતી ટ્વીટર ઉપર શેર કરી હતી. આ ટ્વીટમાં જણાવાયું હતું કે આ રકમ તમામ કર્મચારી અને અધિકારીઓના એક દિવસના પગાર જેટલી છે. 

પબ્લિક સેક્ટર બેંક

RBI સહિતની 7 પબ્લિક સેક્ટર બેંકોએ 204.75 કરોડનું યોગદાન આપ્યું હતું. 

કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ 

સ્ટાફની સેલેરી વડે ઘણી કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ 21.81 કરોડનું યોગદાન આપ્યું છે. 

PSU

લગભગ 101 જેટલી PSUએ 154.70 કરોડ જેટલું યોગદાન તેમની સ્ટાફની સેલરીમાંથી આપ્યું છે. બીજી 98 PSUએ 2422.87 કરોડ તેમના CSR ફંડમાંથી આપ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus PM Cares ફંડ PSU indian army pm cares fund કોરોના વાયરસ ભારતીય સેના PM Cares Fund

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ