બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast in so many districts of Gujarat today

સાવચેત રહેજો! / સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, અમદાવાદ-ગાંધીનગર... આજે ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Malay

Last Updated: 10:56 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે ગુજરાતના એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

  • આજથી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • આજે આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
  • આવતીકાલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

દેશભરમાં ચોમાસું જામ્યું છે. દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનું એલર્ટ યથાવત છે. દક્ષિણ દ્વિપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી અને ગુજરાતમાં 8 જુલાઈ સુધી વરસાદી રેલમછેલ ચાલુ રહેવાની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વલસાડમાં આજે ઓેરેન્જ એલર્ટ 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત, નવસારી, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વડોદરા, સુરત, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરાકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

7 જુલાઈએ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ
આ ઉપરાંત શુક્રવાર (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર, આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ
તો હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ