ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : મંદિર જળમગ્ન, નદીઓમાં ઘોડાપૂર, નવરાત્રિ વચ્ચે અહીં વરસાદે ભુક્કા બોલાવ્યા

મેઘમહેર / VIDEO : મંદિર જળમગ્ન, નદીઓમાં ઘોડાપૂર, નવરાત્રિ વચ્ચે અહીં વરસાદે ભુક્કા બોલાવ્યા

Published By: Vishal Khamar

Last Updated: 12:52 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના માંગરોળમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. ચાર કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ADVERTISEMENT

જુનાગઢના માંગરોળ પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં છ ઈંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક ગરબીઓ બંધ રહી હતી. તેમજ ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુંહતું. વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. વાતાવરણમાં પલટો આવતા માંગરોળ બંદરમાં ત્રણ નંબલનું સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું હતું. સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયું. રાત્રે વરસેલા ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

આ પણ વાંચોઃ બાકીના નોરતામાં સોથ વાળી દેશે વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો મેઘો

ચોમાસાના વિદાય પહેલા રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં વરસાદ થયો. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 8.03 ઈંચ અને કપરાડા તાલુકામાં 4.88 ઈંચ વરસાદ થયો છે. સાથે ઉમરગામમાં 4.65, વેરાવળમાં 4.61, માંગરોળમાં 4.41, કોડીનારમાં 4.25 અને અંકલેશ્વરમાં 4.17 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ઉનામાં 4.17,ધરમપુરમાં 4.09, ડેડીયાપાડામાં 3.98, વિસાવદર 3.86 અને તાલાલામાં 3.62 ઈંચ વરસાદ થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh rain Mangrol rain rainy weather

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ