બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / હીટવેવથી આ લોકોને સૌથી વધારે ખતરો, જાણો લક્ષણો અને બચવા માટેના ઉપાય

Heat Wave / હીટવેવથી આ લોકોને સૌથી વધારે ખતરો, જાણો લક્ષણો અને બચવા માટેના ઉપાય

Last Updated: 11:19 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heat Wave: હીટવેવની ઝપેટમાં બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને ફિલ્ડ પર કામ કરનાર લોકો ખૂબ જ જલ્દી આવી જાય છે. એવી સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો જોઈએ આવો જાણીએ.

દેશમાં ઘણા રાજ્યોમાં હાલ પ્રચંડ ગરમી પડી રહી છે. પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તાપ અને ભયંકર ગરમીની અસર અમુક લોકો પર તરત પડે છે. ગરમીની અસર ઉંમર, જેંડર અને કામની પરિસ્થિતિઓ પર પણ નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે પ્રકોપથી બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને ફિલ્ડ પર કામ કરનાર લોકોને વધારે ખતરો હોય છે.

heat-wave

આ લોકોને પોતાના સ્વાસ્થ્યને લઈને ખાસ સાવધાન રહેવાની જરૂર હોય છે. જેથી આ ભીષણ ગરમી અને લૂના પ્રકોપથી બચી શકાય. જાણો હિટ વેવનો ખતરો વધારે કોને છે અને એવામાં પોતાનો બચાવ કેવી રીતે કરવો જોઈએ.

આ લોકોને હીટ વેવનો સૌથી વધારે ખતરો

બાળકો

નાના બાળકોમાં ઈમ્યૂનિટી પણ કમજોર હોય છે. એવામાં બાળકોના શરીરનું તાપમાન ભીષણ ગરમી સહન નથી કરી શકતું. આજ કારણ છે કે બાળકોને જલ્દી લૂ લાગી જાય છે.

વૃદ્ધ

ઉંમર વધવાની સાથે વૃદ્ધોનું શરીર ઘણી બીમારીઓ સામે ઝઝુમે છે. એવામાં હીટના કારણે તેઓને હાર્ટનની બિમારી, ડાયાબિટીસ કે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે.

heat-wave

ફિલ્ડ વર્ક

જે લોકો ફિલ્ડ પર કામ કરે છે તેમને આવી ગરમીમાં પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હકીકતે એવા લોકો સીધા તાપના સંપર્કમાં આવે છે. જેના કારણે તેમને હિડાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડાની સમસ્યા થઈ શકે છે.

ગર્ભવતી મહિલાઓ

સામાન્ય લોકોના મુકાબલે ગરમીની આ સીઝનમાં ગર્ભવતી મહિલાઓને થાક કે હીટ સ્ટ્રોક જલ્દી થાય છે.

હીટ વેવથી થઈ શકે છે આ સમસ્યા

આ સિઝનમાં શરીરમાં પાણીની કમી થવાના કારણે મિનરલ અને વિટામિનની કમી પણ થઈ જાય છે. લૂ લાગવાથી બાળકોને તાવ, ડાયેટિયા અને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ત્યાં જ શરીરમાં પાણીની કમીથી વૃદ્ધો હાઈપરથર્મિયાના શિકાર થઈ શકે છે.

heat-wave-1.jpg

વૃદ્ધો ગરમીની સીઝનમાં બીપી અને અસ્થમાનો પણ શિકાર થઈ શકે છે. ગરમીના કારણે ફિલ્ડ પર કામ કરનાર લોકોમાં હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ અને હાઈ સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. પ્રેગ્નેન્ટ મહિલાઓમાં થાક કે હીટ સ્ટ્રોક જલ્દી થવાની આશંકા રહે છે.

હીટ વેવથી કેવી રીતે કરવો જોઈએ બચાવ?

  • હીટ વેવથી બચવા માટે ભરપૂર પાણી પીવો. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ ન થવું જોઈએ. એક દિવસમાં ઓછામાં ઓછુ 2થી 3 લીટર પાણી પીવો.
  • પોતાની ડાયેટમાં તરબૂચ, તેટી, દ્રાક્ષ અને સંતરા જેવા ફળ શામેલ કરો જેથી તમારૂ શરીર હાઈડ્રેટેડ રહે. ફાઈબરથી ભરપૂર ફળ શરીરમાં પાણીની કમી નથી થવા દેતું.
  • બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે ઘરથી બહાર બિલકુલ પણ ન નિકળવા દો. જો બાળકો કે વૃદ્ધો બપોરમાં બહારથી ક્યાંય આવી રહ્યા છે તો તરત નહાવા ન જાવ.
  • બહારથી આવ્યા બાદ તરત ફ્રિઝનું ઠંડુ પાણી ન પીવો. જ્યારે બોડી નોર્મલ ટેમ્પ્રેચરમાં આવી જાય ત્યારે ઠંડુ પાણી પીવો.
  • ઉનાળામાં હલ્કા, સૂતરાઉ કપડા પહેરવા એક સારો વિકલ્પ છે. કપડા બિલકુલ ઢીલા ઢીલા હોવા જોઈએ.
sun-girl

વધુ વાંચો: ટાટાની આ કંપનીના શેરહોલ્ડર્સને લોટરી લાગી! એક શેર પર મળશે 775 ટકાનું બમ્પર ડિવિડન્ડ

  • વધારે ગરમી લાગે તો નહી લો. સૂતરાઉ કપડાને ભીનો કરી બોડીને ઠંડી કરો.
  • ભીષણ ગરમીમાં બને તો યાત્રા કરવાથી બચો.

સંકળાયેલા મુદ્દાઓ

Health News Heat Wave હીટવેવ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ