બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 22 May 2024
શેરબજારમાં ટાટા ગ્રુપના શેરોનું રોકાણ સૌથી સેફ માનવામાં આવે છે. મોટાભાગે શેર બજારના જાણકાર એવું કહે છે કે લોન્ગ ટર્મમાં જો કોઈ શેર સારી કમાણી કરી શકે છે તો તે ટાટા ગ્રુપના શેર છે. આ વાત સાચી પણ છે. ટાટા ગ્રુપના તમામ શેરોની હિસ્ટ્રી જોઈએ તો તેમાં તમને અનેક હજાર ગણુ રિટર્ન જોવા મળી જશે. આજે અમે વાત ટાટા ગ્રુપના શેરોના રિટર્નની નહીં પરંતુ ટાટા ગ્રુપની કંપનીનીથી થતા શેરહોલ્ડર્સને આપવામાં આવતા ડિવિડન્ડ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
ADVERTISEMENT
તેનું કારણ છે ટાટા ગ્રુપની કંપની જે પોતાના શેરહોલ્ડર્સને 50, 100, 200 કે 500 ટકા નહીં પરંતુ પુરા 775 ટકાનું ડિવિડન્ડ આપી રહ્યું છે. ટાટા ગ્રુપની આ કંપનીનું નામ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે. આમ તો મંગળવારે કંપનીના શેર ફ્લેટ વેપાર કરીને બંધ થયા છે. જાણો કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે શેર હોલ્ડર્સ કેટલા રૂપિયા ડિવિડન્ટ આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
775 ટકાના ડિવિડન્ડની જાહેરાત
મીઠાથી લઈને ચા અને પાણીથી લઈને કોફી વેચનાર ટાટા ગ્રુપની એફએમસીજી કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પોતાના રોકાણકારને મોટુ ડિવિડન્ડ આપી રહી છે. આ ડિવિડન્ટ 775 ટકાનું છે. જાણકારી અનુસાર ટાટા ગ્રુપની એફએમસીજી કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે એક રૂપિયાના ફેસ વેલ્યુ વાળા શેર પર 7.75 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી છે.
કંપનીની તરફથી ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 24 મે રાખવામાં આવી છે. જો છેલ્લા વર્ષોની વાત કરવામાં આવે તો કંપનીએ પાંચ વર્ષોમાં પોતાના ડિવિડન્ડમાં વધારો જ કર્યો છે. વર્ષ 2023માં કંપનીની તરફથી 8.45 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે 2022માં આ આંકડો 6.05 રૂપિયા પ્રતિ શેર જોવા મળ્યો હતો. 2021માં કંપનીએ રોકાણકારને 4.05 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. 2020માં કંપનીએ રોકાણકારને 2.7 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Update / ખુલતાની સાથે જ સેન્સેક્સ 78000ને પાર, તો નિફ્ટી...! આ 10 શેરમાં જબરદસ્ત ઉછાળો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT