બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / KKRના શ્રેયસ અય્યરે રચ્યો ઈતિહાસ, કેપ્ટનશિપના મામલે MS ધોની અને રોહિત શર્માનો તોડ્યો રેકોર્ડ
Last Updated: 09:24 AM, 22 May 2024
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે એક ઈતિહાસ રચી નાખ્યો છે. મંગળવારે 21મેએ આઈપીએલ 2024ની પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. જે કોલકાતા નાઈટ રાઈટર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાઈ.
ADVERTISEMENT

KKR આઈપીએલ 2024 ફાઈનલમાં
ADVERTISEMENT
આ મેચમાં કેકેઆરે એસઆરએચને 8 વિકેટે હરાવ્યું તેની સાથે જ કોલકાતાની ટીમ આઈપીએલ 2024ની ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ થઈ ગઈ. આ બાજુ ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે એક મોટો રેકોર્ડ આ લીગના ઈતિહાસમાં બનાવી દીધો છે. તે પહેલા એવા કેપ્ટન બની ગયા છે જેમણે બે ટીમોને કેપ્ટન તરીકે ફાઈનલમાં પહોંચાડી છે.
દિલ્હી કેપિટલ્સને પણ ફાઈનલમાં પહોંચાડ્યુ
ADVERTISEMENT
શ્રેયસ અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં પહોંચાડ્યા પહેલા દિલ્હી કેપિટલ્સને પણ ફાઈનલ સુધી પહોંચાડી દીધુ. જોકે ત્યાં તેમની ટીમને હાર મળી હતી. પરંતુ શું તે ટ્રોફી જીતવામાં સફળ રહેશે? તે તો આવનારી 26 મેએ જ ખબર પડશે.

ADVERTISEMENT
ત્યાં જ હારના બાદ સનરાઈઝર્સ હૈદરાબાદને ક્વોલિફાયર 2માં એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે પડવું પડશે. તેના બાદ નક્કી થશે કે કોલકાતા સામે કઈ ટીમ ફાઈનલમાં આવશે. ફાઈનલ મેચમાં કેકેઆર અને એસઆરએસ ફરીથી આમને સામને હશે. કારણ કે હૈદરાબાદની પાસે હજુ ફાઈનલમાં પહોંચવાની તક છે.
બે ટીમોને ફાઈનલમાં પહોંચાડી
ADVERTISEMENT
જણાવી દઈએ કે એમએસ ધોની અને રોહિત શર્માએ પાંચ-પાંચ આઈપીએલ ટ્રોફી જીતી છે. પરંતુ તેમણે એક જ ફ્રેન્ચાઈઝી માટે આમ કર્યું છે. આઈપીએલમાં શ્રેયસ એકમાત્ર કેપ્ટન છે જેમણે બે ટીમોને ફાઈનલમાં પહોંચાડી છે. જોકે ઘણા ખેલાડી એવા છે જે એકથી વધારે ટીમો માટે આઈપીએલ ફાઈનલ રમી ચુક્યા છે. પરંતુ કેપ્ટન તરીકે આ ઉપલબ્ધિ સુધી કોઈ પણ નથી પહોંચ્યું.
વધુ વાંચો: બદામનું તેલ સ્કીનની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આ 4 સમસ્યામાંથી મળશે રાહત
ADVERTISEMENT
શ્રેયસ પાંચમાં કેપ્ટન છે જેમણે પોતાની ટીમને એકથી વધારે વખત ફાઈનલમાં પહોંચાડી છે. તેના પહેલા એમએસ ધોની, રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા આ વસ્તુઓને અંજામ આપી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.