ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Hearing the voice of this person people became his fans and started comparing him with Arijit Singh.
Last Updated: 08:48 PM, 12 April 2024
ADVERTISEMENT
બોલીવુડનાં ફેમસ સિંગર અરિજિત સિંહનાં અવાજના લાખો લોકો દીવાના છે. લોકો તેમના ગીતો ખુબ જ પસંદ કરે છે. દુનિયામાં કેટલાક લોકો છે જે પોતાના ટેલેન્ટને છુપાડીને રાખે છે. જોકે એવા લોકોના વીડિયો ઝડપથી વાયરલ થાય છે અને તેમને નવી ઓળખ મળે છે. સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ અરિજિત સિંહના ગીતને પોતાના અવાજમાં ગાય છે. એ છોકરાનો અવાજ સાંભળીને લોકો તેની વાહવાહ કરે છે. એટલું જ નહિ કેટલાક લોકોએ તો ઈન્ટરનેટ પર તેને રેટિંગ પણ આપી છે.
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ અરિજિત સિંહના ગીત 'દિલ સંભલ જા જરા'ને પોતાના અવાજમાં ગાય છે.આ વીડિયો તેના મિત્રોએ રેકોર્ડ કર્યો છે.લોકોએ આ વ્યક્તિનો અવાજ ઘણો પસંદ કર્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. મીડિયા પ્લેટફોર્મ પર @Gulzar_sahab દ્વારા શેર કરવામાં આવેલ તેને 10 માંથી 10 રેટિંગ આપવામાં આવ્યું છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને ત્રણ હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તમે પણ આ વાયરલ વીડિયો જુઓ.
इस बंदे के गाने को आप 10 में से कितना नंबर दोगे?🎶 pic.twitter.com/6IM1INgRAi
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) April 11, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો જોયા બાદ યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ખૂબ જ શાનદાર અવાજ." અન્ય યુઝરે લખ્યું, "10 માંથી 10." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "છુપાયેલો ટેલેન્ટ." અન્ય ઘણા યૂઝર્સઓએ ઇમોજી શેર કરીને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.