બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health tips heart attack and stroke risk increase in winter know prevention

Health tips / શિયાળો આવતા જ ઠંડીમાં વધી જાય છે હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો: હેલ્ધી રહેવા ફૉલો કરો આ 7 ટિપ્સ

Manisha Jogi

Last Updated: 12:33 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં નસોમાં કોલસ્ટ્રેલ જમા થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ કારણોસર બેડ કોલસ્ટ્રોલના દર્દીઓએ શિયાળામાં ખાસ સાવધાની રાખવી જોઈએ.

  • શિયાળામાં નસોમાં કોલસ્ટ્રેલ જમા થવા લાગે છે
  • હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
  • આ દર્દીઓએ શિયાળામાં ખાસ સાવધાની રાખવી જોઈએ

 શિયાળામાં અનેક પ્રકારની બિમારીઓનું જોખમ વધી જાય છે. શિયાળામાં નસોમાં કોલસ્ટ્રેલ જમા થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ કારણોસર બેડ કોલસ્ટ્રોલથી લઈને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. 

બ્લડ પ્રેશર કંટ્રોલ કરો
સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય તે માટે બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવું જરૂરી છે. ભોજનમાં મીઠાનું ઓછી માત્રામાં સેવન કરવું. ફળ, લીલા શાકભાજી અને સલાડનું સેવન કરવું. નિયમિતરૂપે કસરત કરવી. 

ધૂમ્રપાન ના કરવું
ધૂમ્રપાન, દારૂ, તમાકુનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ કારણોસર દારૂ, સિગારેટ અથવા નશીલી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. એનર્જી ડ્રિંક તથા સોડાનું સેવન ના કરવું. 
 
નિયમિતરૂપે કસરત કરવી
દિવસમાં 30 મિનિટ વર્કઆઉટ તો કરવું જ જોઈએ. મોર્નિંગ વોક તથા સીઢી ચઢવા જેવી કસરત કરવાથી ફાયદો થઈ શકે છે. સાયક્લિંગ, જોગિંગ જેવી એરોબિક કસરત કરવાથી ફાયદો થઈ શકે છે. 

કોલસ્ટ્રોલ કંટ્રોલ કરો
લોહીમાં LDL લેવલ હાઈ ના રહે તેનું ધ્યાન રાખવું. નસોમાં LDL જમા થવાને કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થઈ શકે છે. આ કારણોસર સવારે ભૂખ્યા પેટે કાચુ લસણ અથવા મેથીનું સેવન કરી શકાય છે. 

બ્લડ ટેસ્ટ કરાવો
નિયમિતરૂપે બ્લડ શુગર, બ્લડ પ્રેસ તથા કોલસ્ટ્રોલની તપાસ કરાવવી. કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ. 

વહેલા ના ઉઠવું
 જો તમને હાર્ટની બિમારી અથવા સ્ટ્રોકની સમસ્યા હોય તો શિયાળામાં વહેલા ના ઊઠવું જોઈએ. નહીંતર લોહી ઘટ્ટ થઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની થઈ શકે છે. 

નહાતા સમયે આ ભૂલ ના કરવી
શિયાળામાં ડાયરેક્ટ સૌથી પહેલા માથા પર પાણી ના નાખવું જોઈએ. સૌથી પહેલા પગ, પીઠ અને ગરદન પર પાણી નાખીને ત્યારપછી જ માથા પર પાણી નાખવું જોઈએ. નાહ્યા પછી તરત જ બાથરૂમમાંથી બહાર ના નીકળવું, કપડાં પહેરીને જ બહાર નીકળવું. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ