બ્રેકિંગ ન્યુઝ
VTV / Health Ministry issues guidelines for COVID-19 vaccination of children between 15-18 years and precaution doses
Hiralal
Last Updated: 07:29 PM, 27 December 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બાળકોના વેક્સિનેશન સંબંધિત ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર ભારતમાં 3 જાન્યુઆરીથી બાળકોને કોવેક્સિન આપવાનું શરુ થશે તથા 10 જાન્યુઆરીથી ફ્રન્ટ લાઈન હેલ્થ કાર્યકરો તથા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ
ADVERTISEMENT
ભારતમાં બુસ્ટર ડોઝ કોને અપાશે?
ભરતમાં હાલ પ્રિકોશનરી ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. જેમ પહેલા બે ડોઝ લાગ્યા છે એ જ રીતે આ ડોઝ પણ આપવામાં આવશે. એની કોઈ અલગ રીત નથી.
Union Health Ministry issues guidelines for COVID19 vaccination of children between 15-18 years, precaution dose to health care & frontline workers, and 60+ population with comorbidities
— ANI (@ANI) December 27, 2021
કેટલા લોકોને મળશે બુસ્ટર ડોઝ?
કોરોના સાથે સીધી લડાઈ લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પ્રિકોશનરી ડોઝ મળશે જેમની સંખ્યા આશરે 3 કરોડ જેટલી છે.
60 વર્ષથી ઉપરના વૃદ્ધો કે જેમને કોઈ ગંભીર બીમારી છે તેઓને ડોક્ટરની સલાહ મુજબ વેક્સિનનો ત્રીજો ડોઝ મળશે. જો કે તેમના માટે આ વૈકલ્પિક સુવિધા છે.
જો કોઈ બીમારી ન હોય તો?
જો કોઈ ગંભીર બીમારી ન હોય તો 60 વર્ષથી ઉપરના લોકોને પણ બુસ્ટર ડોઝ નહીં મળે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે 'કોમોરબીડિટી સર્ટિફિકેટ' જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.
બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.
બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.
860 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારી હોય તો?
જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના હોવ પણ તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ તો પણ તમને વેક્સિનનો બુસ્ટર ડોઝ નહીં મળે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.