બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મગજ પર હુમલો કરનાર રોગનો દુનિયામાં આતંક, ખતરનાક બીમારીને જોતાં WHOએ આપી વોર્નિંગ
Last Updated: 07:00 PM, 24 February 2025
શું તમને ખબર છે કે એક એવી બીમારી છે જે અચાનક મગજ પર હુમલો કરી શકે છે અને વ્યક્તિને કોમામાં પહોંચાડી શકે છે? આ બીમારી એટલી ખતરનાક છે કે આનાથી બચવાની એક ઉપાય છે- સાવધાની અને સમયસર સારવાર!
ADVERTISEMENT

તાજેતરમાં WHO અને એન્સેફાલીટીસ ઇન્ટરનેશનલે એક નવી રિપોર્ટ બહાર પડી છે, જેમાં જણાવ્યું છે કે એન્સેફાલીટીસ સમગ્ર વિશ્વ માટે વધતી જતી આરોગ્ય કટોકટી બની રહી છે. આ એક જીવલેણ રોગ છે જેમાં મગજમાં સોજો આવે છે અને આ કોઈપણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે.
ADVERTISEMENT
શું છે એન્સેફાલીટીસ?
એન્સેફાલીટીસ એ મગજનો એક ગંભીર ચેપ છે જે બે કારણોસર થઈ શકે છે:
ADVERTISEMENT
કેમ ખતરનાક છે એન્સેફાલીટીસ?
ADVERTISEMENT
આ બીમારી ઝડપથી ફેલાય છે અને જો સમયસર સારવાર ન મળે તો કોમા અથવા મોતનું કારણ બની શકે છે.
જે દર્દીઓ બચી જાય છે તેને યાદશક્તિની સમસ્યાઓ, બોલવામાં મુશ્કેલી અને માનસિક વિકૃતિઓ થઈ શકે છે.
ADVERTISEMENT
બાળકો અને વૃદ્ધો માટે તે સૌથી ખતરનાક છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.
ભારતમાં કેસ ઝડપથી વધી રહ્યા છે
ADVERTISEMENT
2024 ના ડેટા અનુસાર, દેશભરના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1,548 જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) કેસ નોંધાયા હતા. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં તેના કેસ વધે છે.
WHO એ ચેતવણી આપી
એન્સેફાલીટીસ ઇન્ટરનેશનલના ડોક્ટરે જણાવ્યું હતું કે: "જો આ બીમારી પર વધુ ધ્યાન આપવામાં ન આવે, તો આગામી વર્ષોમાં તેના કારણે થતા મૃત્યુ અને વિકલાંગતાઓની સંખ્યા વધશે."
WHO અને નિષ્ણાતોએ સરકારો, ડોકટરો અને સંશોધકોને આ બીમારી પર ગંભીર પગલાં લેવા અપીલ કરી છે.
વધુ વાંચો:ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરનારા સાવધાન! હેલ્થને થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ
એન્સેફાલીટીસથી કેવી રીતે બચી શકાય?
રસી લેવી: જાપાનીઝ એન્સેફાલીટીસ જેવી બીમારીથી બચવા માટે રસીઓ ઉપલબ્ધ છે.
મચ્છરોથી બચવું: ખાસ કરીને ચોમાસામાં મચ્છરદાની અને રીપેલેન્ટનો ઉપયોગ કરો.
ખોરાક અને પાણીની સ્વચ્છતા જાળવો: દૂષિત ખોરાક અને પાણી એન્સેફાલીટીસનું કારણ બની શકે છે.
લક્ષણોને નજરઅંદાજ ન કરો: જો તમને તાવ, માથાનો દુખાવો, ઉલટી, નબળાઈ અથવા મૂંઝવણ જેવી સમસ્યાઓ હોય, તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.